મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચિત્રોડીપુરા પ્રાથમિક શાળામાં બાળકો પાસે શૌચાલય સફાઈનો આક્ષેપ

મહેસાણાની ચિત્રોડીપુરા પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવ

તસવીર: gstv

મહેસાણાની ચિત્રોડીપુરા પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. આ સાથે જ સરકારી શાળામાં રાત્રિના સમયે ખાનગી ટ્યુશન ચલાવી બાળકો પાસેથી 400 રૂપિયા ફી વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. શાળાના આચાર્યા પ્રજ્ઞાબેને વીડિયો જૂનો હોવાનું અને પોતાની મંજૂરી વિના બનાવાયો હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ તપાસના આદેશ આપી નાયબ DPEOને તપાસ સોંપી છે. તપાસ બાદ હકીકત સામે આવશે અને જો આક્ષેપો સાચા સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો