મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં AAP નેતાઓના સંપર્કમાં હતો આકાશ મિશ્રા, કથિત હવાલા કૌભાંડ મામલે થયો નવો ખુલાસો

સુરતમાં આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડે રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દિલ્હીથી પનીરના વેપારના બહાને ચાલત

સુરતમાં આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડે રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દિલ્હીથી પનીરના વેપારના બહાને ચાલતા આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં આશરે 1.29 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ફંડિંગ સિન્ડિકેટમાં સુરત, દિલ્હી અને અમદાવાદના 8 થી 10 શખ્સો સામેલ હોવાની આશંકા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે દિલ્હીનો હિમાંશુ નામનો વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી નાણાં મોકલતો હતો અને મુખ્ય આરોપી આકાશ મિશ્રા આ નેટવર્કનું સંચાલન કરતો હતો. સુરત IT વિભાગે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી ડેટા મેળવી આકાશના મોબાઈલની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નાણાંનો ઉપયોગ ચૂંટણી ટાણે મતદારોને પ્રભાવિત કરવા અને શહેરમાં અશાંતિ ફેલાવવા માટે થવાનો હતો. છેલ્લી ડિલિવરી 10 તારીખે થઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો