VIDEO: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ટાંકીની સાથે ગેલેરીનો સ્લેબ પણ તૂટ્યો, 10 લોકોનું કરાયું રેસ્ક્યૂં
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ નગર સોસાયટી પાસે
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ નગર સોસાયટી પાસે આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. આ ઘટનામાં 10થી વધુ લોકો ફસાયા હતા.
આ દુર્ઘટનામાં એક વૃદ્ધાને ઈજા પહોંચી
ઈમારતમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમે સલામત લેડરની મદદથી સહી સલામત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાને ઈજા પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે કેટલીક જર્જરીત ઈમારતો તંત્ર દ્વારા નોટીસ પણ પાઠવવામાં આવે છે, કે વરસાદી માહોલમાં આ ઈમારત જોખમી રૂપ બને છે.
8 લોકોનું રેસ્ક્યૂ કરાયું
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે G બ્લોકમાં રહેલી ઓવરહેડ ટાંકી અચાનક તૂટી પડતા ધરાશાયી થઈ હતી. આ કારણે સ્લેબ પણ તૂટી ગયો હતો. ફાયર ડિપાર્ટમેન્ટે બચાવ કામગીરી હાથ ધરી હતી. વરસાદના કારણે સૌથી વધારે મકાન ધરાશાયી થવાની ઘટના બને છે જેમાં વરસાદનું પાણી દિવાલમાં ભેજ હોવાથી દિવાલ પોચી બને છે અને ધરાશાયી થાય છે.





