મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાયા

અમદાવાદમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ફરીથી લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો... સમગ્ર શહેરમાં વ

તસવીર: zalak gstv

અમદાવાદમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ફરીથી લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો... સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો પરંતુ સૌથી વધુ વરસાદ સાયન્સ સીટી અને થલતેજ વિસ્તારમાં બે ઇંચ જેટલો નોંધાયો છે જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના અન્ય વિસ્તારની જેમ બાપુનગર ખાતે પણ પાણી ભરાઈ ગયા હતા બાપુનગર વિસ્તારમાં મહિલા મ્યુનિ. લાયબ્રેરી બહાર વરસાદી પાણી ભરાઈ જતા વાચકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.. ઓઢવ કઠવાડા વિસ્તારમાં પણ મોટાપાયે પાણી ભરાયા હતા.. પાણી નિકાલ કરવા તંત્ર દ્વારા પંપ મૂકવામાં આવ્યા હતા .વરસાદી પાણીના ભરાવાથી AMCની કામગીરી પર ફરી સવાલો ઉભા થયા છે 

આ સમાચાર શેર કરો