મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: AFTER NOON NEWS/ રશિયાના બ્લેક સીમાં ભયંકર હુમલો, પ્રિયંકા ગાંધી સ્ટ્રીટ ફાઈટરની જેમ ગેટ પર ચઢી ગયા

1) રશિયાના બ્લેક સીમાં ભયંકર હુમલા બાદ ભીષણ

1) રશિયાના બ્લેક સીમાં ભયંકર હુમલા બાદ ભીષણ આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને બચાવાયા   રશિયાના કાળા સમુદ્રમાં ડ્રોન હુમલા બાદ 'એફ્રામેક્સ રિયો' ટેન્કરમાં આગ લાગી હતી. રશિયન કોસ્ટગાર્ડે ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાહતા. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી.   2) ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવો વચ્ચે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, ઈસ્લામને જવાબદાર ઠેરવ્યું   અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ માટે ઇસ્લામને જવાબદાર ઠેરવતા દાવો કર્યો છે કે આ ફ્રાન્સ પર કબજો કરવાનું ષડયંત્ર છે. બીજી તરફ નેબ્રાસ્કામાં તેમણે ઈરાન અમેરિકી શહેરોને નષ્ટ કરી શકે તેવી ગંભીર ચેતવણી આપી છે.   3) પ્રિયંકા ગાંધી સ્ટ્રીટ ફાઈટરની જેમ ગેટ પર ચઢી ગયા... પોલીસ જોતી રહી ગઈ.    ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિપક્ષી સાંસદોની કૂચ દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. રાહુલ ગાંધીની અટકાયત બાદ પ્રિયંકા ગાંધી ભાઈને મળવા ડિટેન્શન સેન્ટરના ગેટ પર ચઢી જતાં આખરે પોલીસે ગેટ ખોલવો પડ્યો હતો.   4) રાહુલગાંધી સાથે ઝપાઝપી થતા શશિથરૂર ભડક્યા   ચૂંટણી પંચ સામે વિપક્ષી ગઠબંધનના પ્રદર્શનમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત 260 નેતાઓની અટકાયત બાદ હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધી સાથેની હાથાપાઈ પર જર્મનીથી શશિ થરૂરે આક્રોશ વ્યક્ત કરતા સરકારની આ કાર્યવાહીને શરમજનક ગણાવી છે.   5) લાજપોર જેલના 8 કર્મચારી સસ્પેન્ડ   સુરતની લાજપોર જેલમાં ડીજી સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગમાં ૧૧ મોબાઈલ મળી આવતા ખળભળાટ મચ્યો છે. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટની તાત્કાલિક બદલી કરાઈ છે, જ્યારે ૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.   6) રાધનપુરમાં અનેક વાહનચોરીનો ભેદ ઉકેલાયો   પાટણની રાધનપુર પોલીસે વાહન ચોરીના માસ્ટરમાઇન્ડ જયેશ ચૌધરીને ઝડપીને ૯ ચોરાયેલા બાઇક જપ્ત કર્યા છે. અમદાવાદ, કચ્છ અને પાટણથી ચોરેલા બાઇકની નંબર પ્લેટ બદલી વેચનારા આરોપી પાસેથી ૨ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ રિકવર કરાયો છે.

આ સમાચાર શેર કરો