નેપાળ બાદ ફ્રાંસમાં વિવાદ: સરકાર વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા પ્રદર્શનકારી; 200ની ધરપકડ
નેપાળ બાદ હવે ફ્રાન્સના રસ્તા પર સરકાર વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળ્યો છે. જનતા રસ્તા પર છે અને લોકો ઇમૈનુએલ મ
નેપાળ બાદ હવે ફ્રાન્સના રસ્તા પર સરકાર વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળ્યો છે. જનતા રસ્તા પર છે અને લોકો ઇમૈનુએલ મેક્રોંની સરકારની નીતિઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. પેરિસમાં આગના બનાવ બન્યા છે અને લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યાં છે.
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ પ્રદર્શન
ફ્રાન્સમાં લોકો રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે મેંક્રો સરકારે લોકોના જીવનસ્તરને સુધારવા માટે કોઇ કામ કર્યું નથી.
આ પ્રદર્શનની શરૂઆત સોશિયલ મીડિયા પર 'Block Everything'ના આહવાનથી થઇ અને લોકો હવે સંગઠિત થઇને વિરોધ-પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અનેક જગ્યાએ પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ કાબુ મેળવી શકાયો નહતો. પ્રદર્શનકારી ફ્રાન્સમાં પ્રદર્શન કરી રહ્યાં છે અને તેમણે ટ્રાફિકને રોકી દીધો છે. અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણના પણ સમાચાર છે. પ્રદર્શનકારી દરેક ગતિવિધિ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે દેશભરમાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે જેથી જલદી તમામ અવરોધોને હટાવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી અનુસાર, ફ્રાન્સના ગૃહમંત્રીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની શરૂઆતના તબક્કામાં 200 લોકોની ધરપકડ થઇ હોવાની પૃષ્ટી કરી છે.








