VIDEO: રેપિડોનો ઉપયોગ કરી ચોરી કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદના મણિનગરમાં રેપિડો બાઇકનો ઉપયોગ કરી ચોરી કરનાર આરોપી ઝડપાયો છે...તેની પાસેથી ચોરી થયેલી તમામ રોકડ રકમ પણ રિકવર

અમદાવાદના મણિનગરમાં રેપિડો બાઇકનો ઉપયોગ કરી ચોરી કરનાર આરોપી ઝડપાયો છે...તેની પાસેથી ચોરી થયેલી તમામ રોકડ રકમ પણ રિકવર કરાઈ છે.. ગત ૪ એપ્રિલના રોજ કાંકરિયા તળાવ નજીકના એક ગોડાઉનમાંથી ૬ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ગુનો આચરવા માટે અને ભાગી જવા માટે રેપિડો બાઇકનો ઉપયોગ કરતો હતો. પકડાઈ ન જાય તે માટે આરોપી રેપિડો બાઇક બુક કરાવીને અલગ-અલગ સ્થળોએ ઊતરી જતો હતો જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેસ ન કરી શકે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ આ જ ગોડાઉનમાં નોકરી કરતો હતો. આ કારણે તે ગોડાઉનની તમામ ગતિવિધિઓ અને સ્થળની સંપૂર્ણ જાણકારી ધરાવતો હતો, જેનો લાભ ઉઠાવીને તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો.




