VIDEO: ઉધનાના દક્ષેશ્વર મંદિર રોડ પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર રોડ નજીક બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર રોડ નજીક બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ રસ્તા પર અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગ તૂટી જવાને કારણે ટ્રેક્ટર અધવચ્ચે જ બંધ પડી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની પાછળ જ આવી રહેલી બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતને પગલે બસને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા જેથી ભારે ટ્રાફિકજામ થયો હતો.




