મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: GTU દ્વારા સેમેસ્ટર-7 નું બેઠું પેપર પૂછાતાં ABVP નો વિરોધ, કુલપતિએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદમાં GTU દ્વારા લેવાયેલી સિવિલ એન્જીનીયરિંગની પરીક્ષામાં સેમેસ્ટર સાતનું પેપર બેઠું પૂછવ

અમદાવાદમાં GTU દ્વારા લેવાયેલી સિવિલ એન્જીનીયરિંગની પરીક્ષામાં સેમેસ્ટર સાતનું પેપર બેઠું પૂછવામાં આવતા ABVP ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી જણાવ્યું હતું કે જો આગામી સમયમાં આ મામલે જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જે બાદ આ અંગે GTU ના કુલપતિએ સમગ્ર મામલાને દુઃખદ ગણાવી તપાસના આદેશ આપ્યા છે. 

સરકારમાં સમગ્ર મામલે જાણ કરાશે

GTU ના વાઇસ ચાન્સલર રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે. સરકારમાં સમગ્ર મામલે જાણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આગામી બે અઠવાડિયામાં સમગ્ર પ્રક્રિયા પર પ્રકાશ નાખવામાં આવશે અને યોગ્ય નિરાકરણ આવશે, તેવી ખાતરી તેઓએ આપી છે.

આ સમાચાર શેર કરો