મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વરાછાના વોર્ડ નંબર-૩માં AAPના સૂપડા સાફ, ભાજપે ભવ્ય જીત સાથે કરી ઐતિહાસિક એન્ટ્રી

સુરતના પાટીદાર બહુલ અને મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારના વોર્ડ નંબર-૩મ

સુરતના પાટીદાર બહુલ અને મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારના વોર્ડ નંબર-૩માં ભાજપે ઐતિહાસિક એન્ટ્રી કરી આમ આદમી પાર્ટીની આખી પેનલને પરાજય આપી ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠક પર અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા સહિત ભાજપના તમામ ઉમેદવારો વિજેતા જાહેર થતા જ ગઢ ગણાતા વિસ્તારમાં આપના સૂપડા સાફ થયા છે. અત્યાર સુધી જે વિસ્તારમાં 'આપ'નો દબદબો હતો ત્યાં હવે કેસરીયો લહેરાતા ભાજપની મજબૂત પકડ સાબિત થઈ છે.

આ સમાચાર શેર કરો