મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝઘડિયા વન વિભાગની કચેરીના પાંજરામાંથી દીપડો ભાગી છૂટતા ભારે અફરાતફરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવ

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વહેલી સવારે ઉમલ્લા ખાતેથી પાંજરે પૂરીને વન વિભાગની કચેરીએ લાવવામાં આવેલો દીપડો અચાનક પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પાંજરામાંથી મુક્ત થયેલા દીપડાએ કચેરીની બાજુમાં આવેલી સોસાયટીમાં કામ કરતી બે મહિલાઓ પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કરી દીધી હતી. બંને ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક ઝઘડિયા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ છે. હાલમાં વન વિભાગ દ્વારા પોતાની ભૂલ સુધારવા ભારે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારોમાં અલગ-અલગ ટીમો તહેનાત કરી દીપડાને ફરી ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

આ સમાચાર શેર કરો