VIDEO: ખેડૂત આંદોલનકારીઓના કારખાનાઓમાં તપાસનો ધમધમાટ
મોરબીના જેતપર ખેડૂત આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના કારખાનામાં ખાણ-ખનીજ, મહિલા અને બાળ વિકાસ સહ

મોરબીના જેતપર ખેડૂત આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના કારખાનામાં ખાણ-ખનીજ, મહિલા અને બાળ વિકાસ સહિત વિવિધ સરકારી વિભાગોએ તપાસ હાથ ધરી છે. રવિવારે રાત્રે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશર પર પણ તપાસ કરવામાં આવી હતી. સરકારી એજન્સીઓની આ કાર્યવાહીથી ખેડૂત આંદોલનકારીઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અનેક ખેડૂતોએ વીડિયો જાહેર કરીને આંદોલન સમિતિના સભ્યોને ખુલ્લું સમર્થન વ્યક્ત કર્યું છે. સમગ્ર મામલે મોરબી જિલ્લામાં રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે.




