મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: US ફેડની નવી ટીમમાં 3 ભારતીયો દિગ્ગજોને સ્થાન

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે પાંચ મુખ્ય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છ

તસવીર: gstv

અમેરિકન ફેડરલ રિઝર્વ  દ્વારા નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે પાંચ મુખ્ય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં ભારતીય મૂળના 3 નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. ભારતીય રિઝર્વ બેંક ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ આશા શર્માને આ ટાસ્ક ફોર્સમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન વાર્શે મોનેટરી પોલિસી બનાવવાના મહત્વપૂર્ણ ક્ષેત્રોની તપાસ માટે આ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં કોમ્યુનિકેશન, બેલેન્સ શીટ પોલિસી, ડેટા, પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ, તેમજ ઇન્ફ્લેશન ફ્રેમવર્ક જેવા વિષયો સામેલ છે. રઘુરામ રાજનને બેલેન્સ શીટ પોલિસી ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પેનલમાં હાર્વર્ડના અર્થશાસ્ત્રી કરેન ડાયનન અને ફેડરલ રિઝર્વના પૂર્વ ગવર્નર જેરેમી સ્ટીન પણ સામેલ છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની વર્તમાન બેલેન્સ શીટ વ્યવસ્થાના ખર્ચ, લાભ અને સંસ્થાકીય અસરોની તપાસ કરશે. ગ્લોબલ ઇકોનોમી અને મોનેટરી પોલિસીના ઊંડા જાણકાર હોવાથી, રાજનની કુશળતા આ પેનલમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ સમાચાર શેર કરો