VIDEO: સેમિકન્ડક્ટર મિશનના બીજા ફેઝમાં 1.27 કરોડનો ખર્ચ થશે
કેન્દ્રીય કેબિનેટે ભારતના મોટા સેમિકન્ડક્ટર મિશનના બીજા સંસ્કરણને મંજૂરી આપી દીધી

કેન્દ્રીય કેબિનેટે ભારતના મોટા સેમિકન્ડક્ટર મિશનના બીજા સંસ્કરણને મંજૂરી આપી દીધી છે, જેમાં 1.27 લાખ કરોડનો ખર્ચ થશે. આ નવી સ્કીમનું ખાસ ધ્યાન ચિપ બનાવવા માટેની આસપાસની સપ્લાય ચેનને સબસિડી આપવાનું રહેશે જેથી ગેસ અને પ્રોડક્શન પ્રોસેસમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ જેવી વસ્તુઓ બનાવતી કંપનીઓને આકર્ષિત કરી શકાય. આ સ્કીમનો સમયગાળો છ વર્ષનો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ના પહેલા સંસ્કરણની સરખામણીમાં બીજા વર્ઝનમાં સરકારી પ્રોત્સાહનોઘટાડી દેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલી સ્કીમમાં ફેબ અને એસેમ્બલી પ્લાન્ટ માટે 50 ટકાની એક સરખી કેપેક્સ સબસિડી હતી. જોકે ISM 2.0 હેઠળ સિલિકોન ફેબને 40 ટકા અને અન્ય ફેબને 35 ટકા સબસિડી મળશે. એ જ રીતે, એડવાન્સ્ડ પેકેજિંગ માટે પ્રોત્સાહન 35 ટકા અને પરંપરાગત પેકેજિંગ માટે 25 સબસિડી મળશે.




