GSTV
Home » News » Video: અમદાવાદમાં યુવાનોએ ઉજવી કાદવથી ધૂળેટી, આ રીતે બનાવ્યો ઈકો ફ્રેન્ડલી કાદવ

Video: અમદાવાદમાં યુવાનોએ ઉજવી કાદવથી ધૂળેટી, આ રીતે બનાવ્યો ઈકો ફ્રેન્ડલી કાદવ

અમદાવાદમાં ઉજવાઈ ઈકો ફ્રેન્ડલી હોળી. કૃત્રિમ રંગોને બદલે અમદાવાદીઓએ કુદરતી રીતે હોળી રમવાનું નક્કી કર્યું અને અડાલજમાં ભેગા થઈ ઈકો ફ્રેન્ડલી હોળી ઉજવી. કેમિકલવાળા રંગોને બદલે ખુલ્લા ખેતરમાં ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો. ખેતરમાં ચીકણી માટી, હળદરનું પાણી, બીટનું પાણી, કેસુડાનું પાણી અને ગૌ ઔષધનો કાદવ બનાવી ધૂળેટી ઉજવવામાં આવી.

તો બીજી તરફ રાજ્યમાં ઠેર-ઠેર બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. અબીલ ગુલાલની છોડો ઉડશે અને એક બીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ક્લબોમાં, પાર્ટી પ્લોટોમાં અને સોસાયટીમાં ધૂળેટીને લઈને વિશેષ આયોજનો કરાયા છે. મોજ મજા અને મસ્તી સાથે યુવા હૈયાઓ પણ એક બીજાને રંગીને ધૂળેટી મનાવી રહ્યા છે. તો મંદિરોમાં કેસુડાના રંગો સાથે ધૂળેટી મનાવાશે.

Read Also

Related posts

ગાંધીધામ મગફળી કૌભાંડ : ગુજરાત કિસાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva

કાલાવડના ખેડૂતે વિકસાવી અનોખી ટેકનીક, એક જ વરસાદમાં લેવાશે ખરીફ પાક

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાળી, બે મહિનાની બાળકીનો ન તો ઈલાજ કરે છે, ન તો રજા આપે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!