GSTV
Home » News » VIDEO:લોન ન ચૂકવી શકવાને કારણે કર્ણાટકમાં મહિલા સાથે કર્યુ આવું, વીડિયો આવ્યો સામે

VIDEO:લોન ન ચૂકવી શકવાને કારણે કર્ણાટકમાં મહિલા સાથે કર્યુ આવું, વીડિયો આવ્યો સામે

કર્ણાટકમાં એક હ્દય કંપાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં એક મહિલા પર અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને ચોંકી જશો. આ વીડિયો કોડિગેહલ્લીનો છે. જ્યાં એક મહિલાને લોકોએ વીજળીનાં થાંભલા સાથે બાંધીને રાખી છે.

અને અહી ઉભેલાં લોકો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા કે, આ મહિલાને ઝાડુ અને ચપ્પલથી મારો. મહિલાનો વાંક શું હતો કે તેણે ગામના લોકો પાસેથી લીધેલા પૈસા પાછ ચૂકવ્યા ન હતા. જ્યારે આ મમાલાનો ખુલાસો થયો તો પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી.

પોલીસ મુજબ પિડીતા મહિલાનું નામ રાજામની છે. અને તે મૂળરૂપથી ચમરાજનગરના કોલ્લેગલની રહેવાસી છે. તે ઘણા વર્ષો પહેલાં કોડિગેહલ્લીમાં પોતાની પુત્રી સાથે રહેવા માટે આવી હતી. તેણે ગામનાં ઘણા લોકો પાસેથી પૈસા લીધા હતા. અને આ ઉધાર રૂપિયાથી હોટલ ખોલી હતી. ઘણા પ્રયાસો કરવા છતાં પણ હોટલ ચાલી ન હતી. મહિલાને ઘણું નુકસાન ગયુ હતુ. તેનેનુકસાન થતું તેમ તે ઉછીના પૈસા લેતી ગઈ હતી.

પીડિત મહિલાએ બધા જ લોકો પાસેથી કથિત રીતે 50000 રૂપિયા લીધા હતા. જેને તે ચૂકવી શકી હતી. એટલે ગામના અમુક લોકોએ તેને વીજળીનાં પોલ સાથે બાંધી દીધી હતી. પોલીસે આ મામલે સાત લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલાને થાંભલા સાથે બાંધેલી છે અને થોડાક લોકો ત્યાં ઉભેલાં દેખાય છે.

READ ALSO

Related posts

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

pratik shah

ઓસ્કાર વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ના આ સ્ટારકિડ્સનું નસીબ ફરી પલટાયું, ઝુંપડપટ્ટીમાં રહેવા થયો મજબુર

Ankita Trada

Post Officeની આ સ્કીમમાં મળશે બંપર ફાયદો, એકવાર પૈસા લગાવો અને મહિના માટે કરો કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!