GSTV
Trending ગુજરાત

વીડિયો વાયરલ કરીને વ્યથા ઠાલવ્યા બાદ વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના અડાજણ પાટિયાના વેપારી મોહમ્મમદ સોહેદ અહમદ મન્સૂરે પોતાના એપાર્ટમેન્ટમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે..જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો..આપઘાતના પ્રયાસ પહેલા તેઓએ એક વીડિયો બનાવ્યો, જેમાં  માથાભારે સજ્જુ કોઠારી અને કાદર કોથમીર સહિત ચાર લોકોનો ઉલ્લેખ કરાયો છે.

  • ત્રણથી ચાર શખ્સોએ વેપારી પાસેથી આઠ કરોડ પડાવ્યા હોવાની વીડીયોમાં વાત..
  • ઉન ખાતેની ફેકટરી અને બે ફ્લેટ પણ પડાવી લીધા હોવાના આક્ષેપ
  • અશરફ નુરાણીએ પણ રૂપિયા લઈ લીધા બાદ ફ્લેટ નહિ આપ્યાનો આરોપ
  • ન્યાય માટે તત્કાલીન પોલીસ કમિશ્નરથી લઈ વર્તમાન પોલીસ કમિશનર સુધી રજુવાત કરી ચુક્યો હોવાની વાત
  • બે વર્ષથી રઝળપાટ છતાં ન્યાય નહીં મળતા આપઘાતનો પ્રયાસ

ત્રણથી ચાર શખ્સોએ વેપારી પાસેથી આઠ કરોડ પડાવ્યા હોવાની વિડીયોમાં વાત સામે આવી છે..સુરતના ઉન ખાતેની ફેક્ટરી અને બે ફેલટ પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ થયો છે..વેપારીઓએ ન્યાય માટે તત્કાલીન પોલીસ કમિશનરથી લઈને વર્તમાન પોલીસ કમિશનર સુધી રજૂઆત કરી ચુક્યો હોવાની વાત પણ વીડિયોમાં જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil
GSTV