GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

લોકસભા ચૂંટણી 2014મા જીત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા. ત્યાર બાદ લોકસભા 2019મા પણ ભાજપે ભારે બહુમત સાથે ચૂંટણી જીતી અને નરેન્દ્ર મોદીએ બીજી વાર દેશના પ્રઘાનમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના લગભગ સાડા 5 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન દેશની જનતાએ પીએમ મોદીના કાર્યોને ખૂબ વખાણ્યાં. ત્યાં બીજી તરફ એક મોટો વર્ગ મોદીના કામથી સંતુષ્ટ નજરે નથી આવતા પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મોદીના કામકાજથી નાની બાળકી પણ નાખૂશ છે.

જી હાં, આ બાળકી રોજ-રોજ સ્કૂલ જવાને લઈને પરેશાન છે. સ્કૂલની સ્ટડીથી પરેશાન થઈને બાળકીનું કહેવુ છે કે પ્રધાનમંત્રી મોદીને એકવાર તો હરાવવા જ પડશે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયેલા આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યાં છે. એટલુ જ નહીં લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. જણાવી દઈએ કે સ્કૂલી શિક્ષા પ્રણાલીથી પરેશાન થઈને આ બાળકીનો વીડિયો પોલીસ અધિકારી અરૂણ બોથરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. ત્યાર બાદ આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યોં છે.

લોકો બોથરા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો પર ખૂબ જ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે. બોથરાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે દુનિયામાં સ્કૂલની સ્થાપના કરનાર વ્યક્તિ ખતરામાં છે. આ છોકરી તે માણસને શોધી રહી છે. માસુમ બાળકી એ હદે પરેશાન છે કે તેને ભગવાનને પણ ફરિયાદ કરે છે. છોકરીનું કહેવુ છે કે ભગવાને બધુ જ સારૂ બનાવ્યું પરંતુ સ્કૂલના અભ્યાસને ગંદો બનાવ્યો. બાળકીએ કહ્યું કે જો ભગવાને સ્કૂલનો અભ્યાસ સારો બનાવ્યો હોત તો ભણવામાં મજા આવત.

READ ALSO

Related posts

ખતરનાક પેથોજન્સ ધરાવતા બિયારણના અજાણ્યા પાર્સલથી સાવધાન રહેવા અપીલ, થઈ શકે છે અનેક રોગો

Mansi Patel

દિગ્ગજ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની હાલત અતિ નાજૂક, ICUમાં કર્યા ટ્રાન્સફર

Pravin Makwana

બનાસકાંઠા : કોઝ વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં ડમ્પર તણાયું, દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!