GSTV
Home » News » VIDEO : વાયુ ચક્રવાતના કારણે સોમનાથ મંદિર ધૂળની ડમરીઓથી ઢંકાયું

VIDEO : વાયુ ચક્રવાતના કારણે સોમનાથ મંદિર ધૂળની ડમરીઓથી ઢંકાયું

ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની પાછળના ભાગે અરબી સમુદ્રમાં વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. મંદિરની આસપાસ મોજાને જોઇ રહેલા લોકોનું કહેવું છે મોજા શિવજીના પગ પખાળવા આતુર છે. વાયુ ચક્રવાતની અસરથી ઉપજેલા મોજાના કારણે દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

તો બીજી તરફ સોમનાથ મંદિર ધૂળની ડમરીઓથી ઢંકાય ગયું હતું. જેના કારણે મંદિરને જોવામાં જ તકલીફ પડી રહી હતી. ધૂળની વિશાળકાય ડમરીઓ ઉડી જેના પરિણામે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જે પછી દરિયાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરતા વિશાળકાય અને આકાશને આંબવું હોય તેવા પ્રકારના મોજા પણ ઉડ્યા હતા.

વાયુ વાવાઝોડાના સંભવિત ખતરાને લઈ પોરબંદર ચોપાટી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  દરિયો પોરબંદરથી નજીક આવેલો હોવાથી રહેણાંક વિસ્તારો પ્રભાવિત થઈ શકે તેમ છે. દરિયા કિનારે ભારે ફૂંકાતા પવનને કારણે જાનહાની ન થાય તે માટે ચોપાટી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

READ ALSO

Related posts

સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

Path Shah

બિહારમાં લૂ અને તાવનો કહેર, બાળકોનાં મોત થતા લોકો સ્થળાંતર કરવા મજબૂર

Riyaz Parmar

જેટ એરવેઝની વિરુદ્ધ નાદારીનો શરૂ થશે કેસ, NCLTએ અરજી સ્વીકારી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!