VIDEO: બી ચંદ્રકલાને લોકો ઓળખતા થયા એનું મુખ્ય કારણ આ વીડિયો છે

યુપીના હમીરપુરમાં ગેરકાયદેસર માઇનિંગના કિસ્સામાં સીબીઆઇએ શનિવારે ડીએમ બી ચંદ્રકલાના લખનઊ નિવાસ પર રેડ મારી હતી. ડીએમ બી ચંદ્રકલા હંમેશાં તેમની જબરજસ્ત શૈલીને લીધે પ્રસિદ્ધિમાં જ રહે છે. ક્યારેક તે રસ્તા પર ફરતા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને ધમકાવે છે તો ક્યારેક શાળામાં શિક્ષકોને આડેહા લેતી હોય છે. ડીએમ બી ચંદ્રકલા પ્રથમ વખત હેડલાઇન્સમાં ત્યારે આવી હતી કે જ્યારે તેમણે રસ્તા પર જ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોને ઉધડા લીધા હતા. અને એ વીડિયો વાયરલ થયો હતો.

એવું કહેવાય છે કે રસ્તા પર ટાઇલ બનાવવાનું કામ ચાલૂ હતુ. ત્યાં કામ દરમિયાન ત્યાં DM ચંદ્રકલા પહોંચ્યા અને જોયું કે ટાઇલ ખૂબ નબળી છે. બે ટાઇલ્સને અરસપરસ અથડાવવાથી તે ભાંગીને ભુક્કો થઈ જતી હતી. આ સીન જોઈને એન્જીનિયરોને આડે હાથ લેવાનું ચાલુ કર્યું હતું. બસ ત્યારની આ મહિલા લોકોનાં નજરે ચઢી છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter