GSTV
Home » News » VIDEO: ભાજપના નાકમાં હંમેશા દમ કરતી આ ત્રિપુટીએ ફરી સરકારને લીધી આડે હાથ

VIDEO: ભાજપના નાકમાં હંમેશા દમ કરતી આ ત્રિપુટીએ ફરી સરકારને લીધી આડે હાથ

LRD પેપર લીક કાંડમાં હવે સરકાર ચારે કોરથી ઘેરાઇ છે. પેપર લીકમાં ભાજપના પણ બે નેતાઓના નામ સામે આવતા રાજકારણ પણ ગરમાયું છે. કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર સામે રેલીનુ એલાન કર્યુ છે. તો હાર્દિકે સરકાર ખેડૂત અને બેકારો સાથે મજાક કરતી હોવાનો કટાક્ષ કર્યો છે. લાલજી પટેલે પણ સરકારને આડે હાથ લીધી હતી.

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પેપર લીક મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ પહેલા પણ લેવામાં આવેલી પરીક્ષામાં પેપર ફૂટ્યા છે. સરકારે પેપર લીકના આરોપીઓને ઝડપીને તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. હાર્દિક પટેલે ફરી એક વખત ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતના બેરોજગારોને રોજગારી ન આપી શકતી ભાજપ સરકાર હવે ભરતીના નામે યુવાનો સાથે મજાક કરે છે. તેમણે કહ્યું કે જે સરકાર પરીક્ષાના પેપરોની રક્ષા નથી કરી શકતી તે આપણી રક્ષા શું કરશે.

મહત્વનું છે કે એક તરફ લોકરક્ષક દળની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેન્દ્રો પર પહોંચી રહ્યા હતા. ત્યારે બીજી તરફ ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલ ખાતે જ પરીક્ષાના દિવસે વહેલી સવારે બનાસકાંઠાના આઠથી દશ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. અને રૂપલ શર્માએ તેમને પેપર બતાવ્યું હતું. બીજીતરફ આ કેસનો આરોપી કેશ પટેલ, રૂપલ શર્મ પોતે પણ પરીક્ષાર્થીઓ હતા. અને તેઓએ જ પેપર લીકમાં મહત્વની ભૂમિકા ભજવી. જ્યારે વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલે પોતાના સંબંધીને લઈને પેપર લીધા હોવાનું સામે આવ્યું છે.

આ પેપર લીક કાંડમાં સુત્રધાર લુણાવાડાના યશપાલસિંહની ધરપકડ થઈ શકે છે. લુણાવાડાનો યશપાલ સિંહ 29 નવેમ્બરના રોજ દિલ્હીથી પેપર લઈને પહેલી તારીખે રાતે વડોદરા આવ્યો હતો. અને તેણે જાણીતા લોકોને પેપર આપ્યું હતું. આમ સમગ્ર પેપર દિલ્હીથી લીક થયાની વાત પોલીસે કહી છે. આ સમગ્ર કૌભાંડમાં મહત્વની ભૂમિકા ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં થઈ છે. કારણે કે ત્યાંથી જ લીક થયેલા પેપરની આન્સર કી મોકલવાની પક્રિયા થઈ છે. પોલીસને પરીક્ષા પેપર હતું. તે દિવસે સવારે જ પેપર લીક થયાના અહેવાલ મળ્યા હતા. જોકે પેપર લીકની વાત સંપૂર્ણ કન્ફર્મ થાય ત્યાં સુધી રાહ જોવામાં આવી. અને આખરે પેપર શરૂ થાય તે પહેલા પેપર રદ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી.

Related posts

100% VVPATની તપાસની અરજી સુપ્રીમે ફગાવી, કહ્યુ- લોકતંત્રને પહોંચી શકે છે નુકશાન

Arohi

રાજ્યભરમાં ઉઠેલા પાણીના પોકાર વચ્ચે ગુજરાત માટે ખુશખબર, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો આટલો વધારો

Bansari

રૂપાણી સરકારમાં કૌભાંડોનો રાફડો, હવે 85 કરોડનું નવું નર્મદા કેનાલ કૌભાંડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!