GSTV
Home » News » VIDEO: ડાંગમાં મોતને ભેટેલા બાળકોની અંતિમયાત્રાના દ્રશ્યો તમારા પત્થર દિલને પીગળાવવા પૂરતા છે

VIDEO: ડાંગમાં મોતને ભેટેલા બાળકોની અંતિમયાત્રાના દ્રશ્યો તમારા પત્થર દિલને પીગળાવવા પૂરતા છે

જે ખભે દિકરા દિકરીને બેસાડીને મોટા કર્યા હોય તે ખભ્ભા પર જ્યારે દિકરા દિકરીની લાશને ઉંચકવી પડે ત્યારે જે કરૂણ દ્રશ્યો સર્જાય તેની કલ્પના માત્રથી આંખમાં આંસુ આવી જાય. આવા જ કંઇક દ્રશ્યો જોવા મળ્યા સુરતમાં. જ્યાં ડાંગ અકસ્માતમાં મોતને ભેટેલા 10 દિકરા દિકરીઓની એકી સાથે અંતિમ યાત્રા નીકળી.

એક બાપની ઇચ્છા હોય કે તેની દિકરીના લગ્ન કરીને તેને વિદાય આપે.પરંતુ પિતાએ દિકરીની લાશ લઇને શબવાહિનીમાં જવું પડે. એક માતાની ઇચ્છા હોય કે તેની દિકરીના લગ્નની વિદાયમાં રડે તેને દિકરીની અંતિમ વિદાયમાં આંસુ સારવા પડ્યા. આવી એક નહીં પરંતુ અનેક દિકરીઓના માતાપિતાની આ વ્યથા હતી. તો એક સાથે ઉઠેલી 10 અર્થીમાં એ માતાપિતા પણ હતા જેમના ઘડપણની લાકડી સમાન દિકરાઓએ પણ વિદાય લઇ લીધી હતી. વાતાવરણમાં જ એટલું આક્રંદ હતો કે કોણ કોને સાંત્વના આપે.

ડાંગમાં અકસ્માતમાં મોતને ભેટેલા એ હતભાગી બાળકોની અંતિમયાત્રા નીકળી. કરૂણતા તો જુઓ આ એ માતાપિતા હતા. જેઓએ તેમના વ્હાલસોયા સંતાનોની દરેક ઇચ્છાને પૂરી કરવાની કોશિષ કરી. તેઓને સારી સ્કુલમાં ભણાવ્યા. તેઓ હોશિયાર થાય તે માટે તેમને ટ્યૂશન ક્લાસિસમાં મોકલ્યા.

પ્રવાસનું આયોજન થયું તો તેમના બાળકોની ખુશી મળે તે માટે મોં માંગ્યા પૈસા ભરીને પ્રવાસમાં પણ મોકલ્યા. પરંતુ ટ્યૂશન ક્લાસિસના સંચાલકોની નફટટાઇ કહો કે બેશરમી એક નાની બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને પ્રવાસે લઇ ગયા. અને આ પ્રવાસ મોતનો પ્રવાસ બની ગયો.

READ ALSO

Related posts

નિત્યાનંદ આશ્રમ વિવાદ : યુવતિના પિતાએ કહ્યું, ધમકી આપીને મારી દિકરીનું નિવેદન લેવાયું

Nilesh Jethva

સહકારી મંડળીઓએ ખેડૂતોના હિતને બાજૂ પર રાખી ખેલી રહી છે આ ગંદો ખેલ

Nilesh Jethva

નિત્યાનંદના આશ્રમમાં તપાસનો ધમધમાટ ફરી શરૂ, બે બાળકો અને તેની માતા સાથે પોલીસ આશ્રમ પહોંચી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!