VIDEO:હાથીનાં ટોળાએ શિકારીનો જીવ અધ્ધર કરી દીધો

ક્યારેક પશૂઓની મસ્તી ભારે પડી જતી હોય છે. કંઈક આવું જ જોવા મળ્યું વિદેશની ધરતી પર. આફ્રિકન દેશનાં નામિબીયાનમાં બે લોકોને હાથીઓ ભારે પડી ગયાં. જ્યારે હાથીના ટોળામાં બે શિકારીએ ગોલી ચલાવી ત્યારે એક હાથીને લાગી અને બીજા હાથીઓ તેનો બદલો લેવા માટે એની પાછળ આખુ જુંડ દોડ્યું. જેમ શિકારીના બુલેટે હાથીને ફટકાર્યો તેમ હાથીઓના ટોળે તેમના જીવને ફટકાર્યો.

વિડિઓમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિકારી ચાલી રહેલા હાથીઓના ટોળામાં ગોલી ચલાવે છે. અને ગોલી એક હાથીને વાગે છે. હાથી થોડો આગળ જઈને નીચે પડી જાય છે અને તેનું મૃત્યું થાય છે. તેને પડતા જોઈ બાકીનાં તેમની સાથે ચાલતા હાથીઓ બંને શિકારીઓ તરફ દોડે છે. તેમને પોતાનો જીવ બચાવવા માટે દોડવું પડે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter