GSTV
Bollywood Entertainment Trending Videos Viral Videos

ગોવિંદાના સોંગ પર ડાન્સ કરી રહેલા સુશાંતનો વીડિયો વાયરલ થયો, જુઓ VIDEO

સુશાંતસિંહ રાજપૂતે આપણી વચ્ચેથી વિદાય લીધાને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેના ફેન્સને હજી પણ વિશ્વાસ બેસતો નથી કે તે આપણી વચ્ચે નથી રહ્યો. સુશાંત એક એવો એક્ટર હતો જે તેના ફેન્સ સાથે હંમેશાં સંકળાયેલો રહેતો હતો. તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાત કરતો હતો અને તેમના સવાલોના જવાબ પણ આપતો રહેતો હતો. સુશાંતના નિધન બાદ તેના થ્રો બેક ફોટો અને વીડિયો સતત વાયરલ થતા રહે છે.

સુશાંતના એક પ્રશંસકે ઇન્સ્ટાગ્રામ પર સુશાંતનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સુશાંત તેના ડોગીની સાથે ડાન્સ કરી રહ્યો છે. તે ગોવિંદના સોંગ સોના કીતના સોના હૈ પર ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ સુશાંતને યાદ કરીને કમેન્ટ કરી રહ્યા છે.

સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને તેના મુંબઈ ખાતેના નિવાસે ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી. તેની અંતિમ ફિલ્મ દિલ બેચારા હવે 24મી જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી છે.

READ ALSO

Related posts

પીએમ કિસાન સન્માન નિધિ/ નવા રજીસ્ટ્રેશન માટે બદલાયા નિયમો, હવે રેશનકાર્ડ વગર નહિ થાય આ કામ

Binas Saiyed

કતારમાં પ્રેમ કરવું ગુનો, મળશે 7 વર્ષની સજા; જાણો શા માટે જારી કરાયા આવા વિચિત્ર નિયમો

Damini Patel

9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી

Hemal Vegda
GSTV