કોઈપણ બાળકના જીવનમાં તેના પિતાનો રોલ અત્યંત મહત્વનો હોય છે, જે પોતાના બાળકને ખાસ પ્રકારની મહત્વની જીંદગીની શિખામણો આપે છે. કઈ રીતે જીવન જીવવું જીંદગીમાં કઈ રીતે આગળ વધવું વગેરે પાઠ પિતા શીખવાડે છે. એક પિતા જ એવો હોય છે કે જે પોતાનાબાળકોને દુનિયાની સમગ્ર મુશ્કેલીઓ અને પરેશાનીઓથી બચાવીને કઈ રીતે રાખવું તે સારી રીતે જાણે છે. સાથે સાથે તેની તમામ પ્રકારની જરૂરીયાતોને પણ ખ્યાલ રાખે છે. પરંતુ ક્યારેક આપણેને એવા હેવાન પિતા પણ જોવા મળે છે કે તેઓ પોતાના બાળક સાથે સારી રીતે રહેવાનું તો દૂર, યોગ્ય રીતે વર્તન પણ કરતા નથી. સોશીયલ મીડિયા પર એક મહિલાએ પોતાના બાળકની જીંદગીમાં પોતે જ ઝેર ઘોળ્યું હોવાની એક વાત અપલોડ કરી છે.
પતિની હેવાનિયતનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ
વાત એવી છે કે એક મહિલાને માત્ર એ હેતુસર બીજા લગ્ન કર્યા હતા કે તેના પાંચ વર્ષના બાળકને પિતાનો પ્રેમ મળે, પરંતુ આ તેની જીંદગીની સૌથી મોટી ભૂલ હતી, કારણકે સાવકા પિતાનો કહેર મહિલાના બાળક પર એવો તૂટ્યો કે તેના કારણે તેનું જીવન બર્બાદ થવા લાગ્યું. તેના પછી મહિલાનો આ નિર્ણય તેના બાળક પર ભારે પડ્યો. હંમેશા તેના બાળક પર અત્યાચાર થતો જોઈને મહિલા રોકી શકી નહી, અને તેણે તેના પતિની હેવાનિયતનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ત્યાર પછી ત્યાંની પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને તે શખ્સની શોધખોળ આદરી છે. આ ઘટના મલેશિયાના શાહઆલમની છે.

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર Panglima Perang RimauNaga નામની આ મહિલાએ એક પેજ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા પછી તમારું લોહી ચોક્કસ ઉકળી જશે. આ વીડિયોમાં 30 વર્ષીય ટ્રક ડ્રાઈવર તેના સાવકા દીકરાને નિર્દયતાથી મારતો જોવા મળે છે. તે જ સમયે, બાળક ડરથી ચીસો પાડી રહ્યો હતો અને તેના પિતાને તેને માફ કરવા વિનંતી કરી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, દીકરાને મારતી વખતે સાવકા પિતાએ હાથ મરોડ્યો, ત્યારપછી મહિલા પોતાના બાળકને બચાવવા વચ્ચે આવે છે, પરંતુ તેમ છતાં શૈતાન પિતા અટકવાનું નામ લેતો નથી.
એક મહિનામાં કરી નાખી આવી દશા
મહિલાએ પોતાના પતિની આ શેતાની કરતૂતોને કેમેરામાં કેદ કરવા માટે પોતાના બેડરૂમમાં મોબાઈલ છુપાવીને રાખી દેતી હતી. મહિલાએ જણાવ્યું કે તેણે ક્યારેય પણ વિચાર્યું પણ નહોતું કે બીજા લગ્ન કર્યા પછી તેના પુત્ર સાથે આવો વ્યવ્હાર થશે. માત્ર આ બે મિનીટના વીડિયોમાં તમારા રૂવાંટા ઉભા થઈ જશે. આ વીડિયો વાયરલ થયા પછી ક્રૂર પિતાની શોધખોળમાં પોલીસ લાગી ગઈ છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની છે તેવા અહેવાલ મળ્યા છે.
READ ALSO
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ