બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની આગળની ફિલ્મ દબંગ 3મા નજરે આવવાના છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ મહત્વના રોલમાં નજરે આવશે. આ ફિલ્મનું ગીત યૂં કરકેનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતના વીડિયોમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની વચ્ચે રોમાંસ જોવા મળ્યો છે.
દબંગ 3 ફિલ્મનું ગીત યૂં કરકેનો ઓડિયો પહેલા જ રિલીઝ કરવામાં આવી ચુક્યો હતો. હવે આ ગીતનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. દબંગ 3 નું નવુ ગીત યૂં કરકે ખૂબ એનર્જીથી ભરેલો દેખાઈ રહ્યોં છે. આ ગીતમાં સલમાન ખાન અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાના જબરદસ્ત ડાંસ સ્ટેપ્સ જોઈ શકાય છે. ત્યાં જ આ ગીતનો સેટ ખૂબ જ કલરફૂલ બનાનનામાં આવ્યો છે. આ ગીતમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાનો રોમાંસ જોઈ શકાય છે.
સલમાન ખાને ગીત ગાયુ
આ ગીતની ખાસિયત છે કે તેને સલમાન ખાને પોતે ગાયુ છે. સલમાનની સિવાય આ ગીતને સિંગર પાયલ દેવે ગાયુ. ત્યાં જ સાજિદ-વાજિદે તેને મ્યૂઝિક આપ્યું છે. આ ગીત સોનાક્ષી સિન્હાનો રોલ રજ્જો અને સલમાન ખાનનો રોલ ચુલબુલ પાંડે પર ફિલ્માવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે ફિલ્મ દબંગ 3 માં સલમાન ખાન સાથે સઈ માંજરેકર, સોનાક્ષી સિન્હા અને અરબાજ ખાન છે. આ ફિલ્મને ડાયરેક્ટર પ્રભુ દેવા બનાવી રહ્યાં છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
READ ALSO
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?