VIDEO: ઘાયલ થઈ જશો આ રીંછનાં બચ્ચાનો કમાલ જોઈને, અસામાન્ય સંઘર્ષ

સોશિયલ મીડિયા પર 5 નવેમ્બરે એક જોરદાર વીડિયો સામે આવ્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એમાં એક નાના રીંછનો સંઘર્ષ દેખાડવામાં આવી રહ્યો છે.
તે પોતાની મા પાસે પહોંચવામાં કેટલી મહેનત કરે છે. તે વારંવાર ફેલ થાય છે પણ હિમ્મત નથી હારતું અને છેવટે તેના મમ્મી પાસે પહોંચે છે. આ વીડિયો રૂસ પર્વતનો છે અવું કહેવામાં આવે છે.

વિડીયોમાં દેખાય છે કે શરૂઆતમાં બાળક માં તરફ પાછળ પાછળ ચાલે છે. પછી આગળ બરફ વધુ હોવાના કારણે બંને નીચે પણ સ્લિપ થાય છે. પછી માતા તો સંભાળીને ઉપર ચાલે છે, પણ બાળક પાછળ રહી જાય છે.

ફરી શરૂ થાય છે બાળકની માતા સુધી પહોંચવાની સફર. એક બાજુ માતા તેના બાળકની રાહ જોઈ રહી છે. ત્યાં બીજી બાજુ બાળક ઉપર આવી રહ્યો હતો. માતા ચાહવા છતા પણ કંઈ કરી શકતી નથી અને બાળક પ્રયાસો પછી પણ વારંવાર નીચે પડી જાય છે. પરંતુ આખરે માતા-પુત્રનો પ્રેમ જીતી જાય છે અને બાળક ઉપર તેની માતાના સુધી પહોંચે છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter