GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

VIDEO: મોટા કૌભાંડી નિરવ મોદીને બિંદાસ ફરતો જોઈને કૉંગ્રેસે કહ્યું, મોદી છે તો શક્ય છે

ભારતની તપાસ એજન્સી જે કૌભાંડના ભાગેડુ નિરવ મોદીની શોધમાં છે તે લંડનની શેરીઓમાં આટાફેરા કરી રહ્યો છે. કૅમેરામાં પહેલી વાર 13 હજાર કરોડનાં હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી કેદ થયો છે. મોટી દાઢીમાં જેવા તેવા દેખાતા હતા. તે જોઈને લોકો કહે છે કે ભારતની તપાસ એજન્સી તેની શોધમાં છે. તો પછી કેમ આ રીતે એ છુટથી હરીફરી શકે છે.

એક અંગ્રેજી અખબારના પત્રકારે નિરવ મોદીને રસ્તા પર ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેમણે કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. આ દરમિયાન પત્રકારે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા પરંતુ નીરવ મોદીએ ફક્ત ‘ નો ટિપ્પણી’ કહીને બધા જ પ્રશ્નોનો ઈનકાર કર્યો. નિરવ મોદીનો ચહેરો સામે આવ્યાં પછી કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રશ્નો ઉઠાવ્યાં છે.

કૉંગ્રેસે કહ્યું: “પત્રકાર નિરવ મોદીને પકડવામાં સફળ રહ્યાં. મોદી સરકાર આ કેમ ન કરી શકે? મોદી કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?તેમને પોતાને કે પછી ભાગનાર નિરવ મોદીને? ‘

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરેજવાલાએ કહ્યું, “દેશના 23,000 કરોડ રૂપિયા લૂટી લો અને પછી દેશમાંથી ભાગી જાઓ, પછી PM સાથે વિદેશમાં ફોટો પડાવો, લંડનમાં 73 કરોડ રૂપિયાની જાહોજલાલી ભોગવો, જુઓ હું કોણ છું. અરે નાનો મોદી, અને કોણ? જ્યારે મોદી સાથે છે તો ડર કઈ વાતનો. મોદી છે તો શક્ય છે.

પીએનબીને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર નીરવ મોદી અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યુ કે, નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટન સરકારને અરજી કરી છે. સરકાર નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યોગ્ય કાર્યવાહી કરી રહ્યુ છે. તેમણે એવુ પણ જણાવ્યુ કે, બ્રિટન સરકાર નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે યોગ્ય જવાબ આપી રહી નથી. જેથી તેમના જવાબની રાહ જોવામાં આવી રહી છે. સરકાર નીરવ મોદી વિરૂદ્ધ તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, નીરવ મોદી લંડનમા જોવા મળતા તેના પ્રત્યાર્પણની માગ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ મોદી સરકારને આ મામલે ઘેરવાની શરૂઆત કરી છે.

Related posts

Corona વચ્ચે છૂટછાટો પડી ભારે : એશિયામાં ભારત રોજ તોડી રહ્યું છે રેકોર્ડ, મૃત્યુ અને સંક્રમણ દરની સ્થિતિ ખતરનાક

Arohi

જીવલેણ વાયરસ: સુરતમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો

pratik shah

કાલુપુર બજારમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાન ખોલવામાં આવી, ત્રણ દુકાન વચ્ચે એક દુકાન થશે ઓપન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!