GSTV
Home » News » Video : જુઓ, દેશમાં 5 વર્ષમાં કેટલા ટકા IED વિસ્ફોટકનો થયો વધારો ?

Video : જુઓ, દેશમાં 5 વર્ષમાં કેટલા ટકા IED વિસ્ફોટકનો થયો વધારો ?

કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલના તાજેતરના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આઇઇડી વિસ્ફોટમાં ૫૭ ટકાનો વધારો સામે આવ્યો છે. જેમ કે કાશ્મીરમાં ૨૦૧૪માં વિસ્ફોટની ૩૭ ઘટના સામે આવી હતી, ૨૦૧૫માં તેમાં વધારો થયો હતો અને ૪૬ વિસ્ફોટ થયા, તેવી જ રીતે ૨૦૧૬માં ૬૯, ૨૦૧૭માં ૭૦ અને સૌથી વધુ ૨૦૧૮માં ૧૧૭ વિસ્ફોટ થયા હતા.

નેશનલ બોમ્બ ડેટા સેન્ટર (એનબીડીસી) દ્વારા આ અંગે એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. એનએસજીની બે દિવસની દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં આ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. 

જોકે નક્સલ પ્રભાવીત રાજ્યોમાં પણ આ જ પ્રકારના વિસ્ફોટની ઘટના પણ સામે આવતી હોય છે, પણ કાશ્મીરમાં તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ૨૦૧૭માં દેશભરમાં આઇઇડી વિસ્ફોટની ૨૪૪ ઘટના સામે આવી હતી જેમાં ૬૧ લોકોના મોત નિપજ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો

જોકે ગયા વર્ષે આ પ્રકારના વિસ્ફોટની કુલ ૧૭૪ ઘટના સામે આવી હતી પણ સૌથી વધુ ૧૦૮ લોકોના મોત નિપજ્યા હતા. આતંકીઓમાં આ પ્રકારના બોમ્બ બનાવવા અને તેનો ઉપયોગ કરવામાં વધારો થઇ રહ્યો છે.  કાશ્મીરની જેમ જ ઉત્તર પૂર્વી રાજ્યોમાં પણ આઇઇડી વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે એલડબ્લ્યુઇ એટલે કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રિમિઝમ ડિવિઝન વિસ્તારમાં ૫૫ લોકો વિસ્ફોટોમાં માર્યા ગયા હતા. તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં પણ આ જ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે.

WATCH ALSO

Related posts

ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ સામે આવી ગયો વાઘ, તો શખ્સે આ યુક્તિ કરી બચાવ્યો જીવ જુઓ VIDEO

Mansi Patel

VIDEO : બે કારચાલકો વચ્ચે રોડ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, મહિલાઓ પણ જોડાઈ

Nilesh Jethva

OMG! 9મા માળેથી નીચે પટકાઇ મહિલા, અચાનક ઉભી થઇ અને…રૂંવાડા ઉભા કરી દે એવો છે આ Video

Bansari
Do NOT follow this link or you will be banned from the site!