GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

Video : ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, GSTVના રિયાલિટી ચેકમાં દેખાયા સુરક્ષામાં છીંડા

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં હાંહાંકાર મચી ગયો છે. જયારે આતંકી હુમલા થતાં હોય છે તેવા સંજોગોમાં ગુજરાત હંમેશા સોફ્ટ ટાર્ગેટ ઉપર રહે છે. ગુજરાતમાં પણ આઈબીને આંતકી હુમલાની ધમકી મળી છે. જેને પગલે રાજ્યની દરિયાઈ સીમાઓ ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે. પરંતુ અમદાવાદ શહેરની સુરક્ષામાં નરી આંખે દેખાય તેવા છીંદા છે. જુઓ જીએસટીવીનું રિયાલિટી ચેક.

જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાથી દેશ હચમચી ગયો છે. તો વધી હુમલા થાય તેવી દહેશત છે. ગુજરાતમાં મોટા આતંકી હુમલાનું ગુપ્તચર એજન્સીએ એલર્ટ આપ્યું છે. જેના અનુસંધાને ગુજરાતની દરિયાઈ સીમાઓ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પરંતુ શહેરની સુરક્ષામાં નરી આંખે દેખાય તેવા છીંદા દેખાય છે. જીએસટીવીએ શહેરની સુરક્ષા કેટલી મજબૂત છે તેનું રિયાલિટી ચેક કર્યું.

અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં પ્રવેશવાના વિસ્તારોમાં એટલે કે ચાર રસ્તાઓ ઉપર પોલીસ પેટ્રોલિંગ તો દૂરની વાત છે. પોલીસ બંદોબસ્ત પણ દેખાતો નથી. જીએસટીવીની ટીમ સૌ પ્રથમ પહોંચી સાનથાલ સર્કલ નજીક કે જ્યાં પોલીસકર્મીઓ અને ટ્રાફિક વિભાગના કર્મીઓ દેખાયા જ નહીં અને જે દેખાય એ ટ્રાફિક કર્મીઓ વહીવટ કરતા નજરે પડ્યા.

આ છે અમદાવાદનો વિશાલા હોટલ નજીક આવેલી વિવેકાનંદ બ્રિજ નજીકનો વિસ્તાર કે જ્યાં બેરીકેટ મુકવામાં આવ્યા છે અને તે પણ સાઈડમાં પોલીસ ચોકીને તાળું મારીને રાખવામાં આવ્યું છે. એક તરફ રાજ્યમાં આતંકી હુમલાની દહેશત છે અને બીજી બાજુ શહેર પોલીસ નઘરોળ બનીને બેઠી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોને જોડતી સરહદોની પણ કંઈક આવી જ હાલત છે. અસલાલી અને એસપી રિંગ રોડ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાંથી અમદાવાદમાં ખુબ સરળતા પ્રવેશી શકાય છે. ત્યારે અહીંયા પણ આવા જ ઘાટ છે સુરક્ષાના કે જ્યાં ટ્રાફિક પોલીસ કે બેરીકેટ પણ નથી.

WATCH ALSO

Related posts

કોરોના સંકટ વચ્ચે રાજ્યના આ શહેર માટે આવ્યાં રાહતના સમાચાર, રિકવરી રેટ વધીને 70 ટકા થઇ ગયો

Bansari

Video: આકાશમાંથી અચાનક નીચે પડ્યો ઉલ્કાપિંડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Ankita Trada

આ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!