GSTV
Home » News » 1996માં શ્રીલંકા આ કારણે જીત્યું હતું વર્લ્ડ કપ, સનથ જયસૂર્યા તમામ ટીમ સામે 15 ઓવરમાં જ રનનો ઢગલો કરી નાખતો હતો

1996માં શ્રીલંકા આ કારણે જીત્યું હતું વર્લ્ડ કપ, સનથ જયસૂર્યા તમામ ટીમ સામે 15 ઓવરમાં જ રનનો ઢગલો કરી નાખતો હતો

jayasuriya world cup 96

સનથ જયસૂર્યા. શ્રીલંકાનો એ દિગ્ગજ બેટ્સમેન જેણે 1996માં વર્લ્ડકપને એક અલગ સ્વરૂપ આપી દીધું. વર્લ્ડકપ પહેલા 98 વનડે મેચોમાં તેની એવરેજ 20 કરતા પણ ઓછી હતી. પણ વર્લ્ડકપ પૂરો થતા થતા જ જયસૂર્યા મેન ઓફ ધ વર્લ્ડકપ બની ગયો. 9 માર્ચ 1996ના રોજ પાકિસ્તાનના ફૈઝલાબાદમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જયસૂર્યાની એક ઈનિંગ દુનિયાની આંખોમાં ક્લિક થઈ અને ત્યાંને ત્યાં સ્થગિત રહી ગઈ. 44 બોલમાં જયસૂર્યાએ 82 રનની ઈનિંગ રમી અને એક અનોખો જયસૂર્યા સ્ક્રિન પર દેખાયો.

આ કપ સાચી રીતે જયસૂર્યાનો જ હતો. એટલા માટે કે શ્રીલંકાની જ એ ટીમ હતી જેણે 1992માં લાગુ થયેલી ફિલ્ડ રિસ્ટ્રિક્શનના નિયમોની હિસાબથી પોતાની ટીમને ઢાળી દીધી હતી. જયસૂર્યા અને રમેશ કાલુવિર્થનાની જોડીએ સૌથી પહેલા 15 ઓવરમાં એવો કમાલ કરી બતાવ્યો કે, તમામ ટીમો સન્ન રહી ગઈ. ઈન્ડિયા વિરૂદ્ધ ચાર ઓવરમાં 50 અને કેન્યા સામે 3 ઓવરમાં 43 રન આ જોડીએ ફટકારી દીધા હતા. આ જમાનો એવો હતો કે ટ્વેન્ટીનો હજુ કોઈને વિચાર સુદ્ધા નહોતો આવ્યો. એ સમયે જયસૂર્યા અને કાલુવિર્થનાની જોડીએ ટ્વેન્ટીનો વર્લ્ડકપમાં પહેલીવાર નજારો દેખાડ્યો.

શ્રીલંકાની ટીમનો ઈરાદો સાફ હતો કે જેમ છેલ્લી ઓવરોમાં તાત્કાલિક રન બનાવવા જોઈએ તે રીતે પહેલી ઓવરમાં જ વિરોધીઓની કમર ભાંગી નાખી. જેનું પરિણામ એ આવ્યું કે શ્રીલંકા પોતે જ મેચ જીતવા લાગી ગયું. જે કડીમાં હતી શ્રીલંકાના સનથ જયસૂર્યાની 82 રનની તાબડતોડ ઈનિંગ. 236 રનોનો પીછો કરી રહેલી જયસૂર્યાની ટીમ 56 બોલ વધ્યા એટલામાં મેચ જીતી ગઈ. વર્લ્ડકપ પહેલા ક્વાટર ફાઈનલમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવી દીધું. નીચે ક્લિક કરી આ ઈનિંગનો વીડિયો પોતે જ જોઈ લો.

READ ALSO

Related posts

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

Mayur

ચંદ્રયાન-2 : જાણો શું છે ‘વિક્રમ લેંડર’ જે ભારતના સપનાઓને ચંદ્રની સપાટી પર ઉતારશે

Bansari

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!