GSTV
Home » News » સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી ઝલક, સ્વીમિંગ પુલમાં સ્નાન કરવા જતી મહિલાઓનો વીડિયો ઉતારતો હતો આ શખ્સ

સંસ્કારી નગરી વડોદરાની અસંસ્કારી ઝલક, સ્વીમિંગ પુલમાં સ્નાન કરવા જતી મહિલાઓનો વીડિયો ઉતારતો હતો આ શખ્સ

સંસ્કાર નગરી તરીકેની વડોદરાની ઓળખને કલંક લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં સ્વીમિંગ પુલમાં આવતી મહિલાઓનો વીડિયો ઉતારવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આકાશ પટેલ નામનો શખ્સ સ્વીમિંગ પુલમાં આવતી મહિલાઓની તસવીરો કેમેરામાં કેદ કરતો હતો. ગોત્રી રોડ પર આવેલી પ્રિન્સ વિલા સોસાયટીની મહીલાઓ સ્વીમિંગ પુલમાં સ્વીમિંગ કરતી હતી. તે વેળાએ સ્વિમિંગ પુલની પશ્ચિમ તરફ આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં રહેતા આકાશ પટેલે હલકી કક્ષાની હરકત કરી હતી. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી છે.

વિડિયો વાઇરલ કરવાની મહીલાઓને ધમકી આપી

આકાશ પટેલે પોતાના ઘરની ગેલેરીમાંથી મોબાઇલથી મહીલાઓના સ્વીમિંગ કોસ્ચ્યુમ વાળા વિડિયો ઉતાર્યા અને ફોટા પાડ્યા. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં વિરોધ કર્યો હતો. પરંતુ આકાશ પટેલે અશ્લિલ ચેનચાળા કર્યા અને બિભત્સ ગાળો બોલી હોવાનો વિડિયો વાઇરલ કરવાની મહીલાઓને ધમકી આપી. જોકે મહિલાઓએ પોલિસ સ્ટેશનમાં આકાશ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી.

આકાશ સામે આકરા પગલાની માગ ઉઠી

વડોદરાના ગોત્રીમાં સ્વીમિગ પુલ ખાતે આવતી મહિલાઓનો વીડિયો ઉતારનારા શખ્સ આકાશ પટેલ સામે આકરા પગલા ભરાય તેવી માંગ ઉઠી છે. બીજીતરફ સમગ્ર ઘટનાને લઈને મહિલા આયોગ પણ સફાળુ જાગ્યુ છે અને જવાબ માંગ્યો છે. આકાશ પટેલના બંગલા અને વિલાની વચ્ચે 15થી 20 ઝાડ હતાં. ઝાડના કારણે તેને બાજુના વિલામાં આવેલા સ્વિમિંગ પુલમાં ન્હાતી મહિલાઓ દેખાતી ન હતી. જેના કારણે લાંબા સમયથી આકાશ આ વૃક્ષોને દૂર કરવાની વેતરણમાં હતો. ઝાડના કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે, ગંદકી થાય છે તેવા બહાના કાઢી આકાશે આ ઝાડ કપાવી નાખ્યા હતા

READ ALSO

Related posts

મોબ લિન્ચિંગ બાબતે રાજ્યો સામે કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર

Mayur

મુસ્લિમ સાંસદો અંગે નિવેદન મુદ્દે ટ્રમ્પને વિપક્ષે બચાવ્યા : મહાભિયોગ પ્રસ્તાવ રદ

Mayur

માલ્યાને આ વર્ષે ભારત નહીં લાવી શકાય, બ્રિટનની હાઇકોર્ટ 2020માં સુનાવણી કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!