GSTV
Home » News » VIDEO; ખરેખર અદભૂત હો બાકી! 20 હજારનું બિલ થયું તો જમીને પાછલા દરવાજેથી ખચકાવી મુકી બોલો

VIDEO; ખરેખર અદભૂત હો બાકી! 20 હજારનું બિલ થયું તો જમીને પાછલા દરવાજેથી ખચકાવી મુકી બોલો

એક રેસ્ટોરાન્ટના માલિકે વિડિયો શેર કર્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો 20 હજાર રૂપિયાનું બિલ થયું એટલે હોટલનાં બાજુના દરવાજાથી ભાગીને જતા જોવા મળે છે. સીસીટીવી ફૂટેજને શેર કરતી વખતે માલિકે લખ્યું કે તે યાદ કરાવવા માંગે છે કે આ લોકો બિલ ચૂકવવાનું ભૂલી ગયા છે અને પોલીસ તેમની સાથે વાત કરવા માંગે છે.

આ કેસ ઇંગ્લેન્ડના ડેવેનનો છે, જ્યાં છ લોકો રેસ્ટોરેન્ટ Pier Houseમાં જમવા માટે આવ્યા હતા. આરોપીઓનો વિડિયો સોશિયલ મીડિયા પર હજારો વખત શેર કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટના માલિક રોબ બ્રાયડકે કહ્યું હતું કે એમાં ત્રણ પુરૂષો અને ત્રણ મહિલાઓ જમવા આવ્યા હતા. અને 20 હાજારનું બિલ થતા તે પાછળનાં દરવાજેથી ભાગી ગયા છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ લખ્યું કે તેણે આ ગૃપને પેટ્રોલ પંપ પર જોયું હતું. રેસ્ટોરન્ટના માલિકે લખ્યું છે કે પૈસાની વાત નથી પરંતુ સિદ્ધાંતની બાબત છે. આ ઘટનાનાં કારણે રેસ્ટોરન્ટનો આખો સ્ટાફ અપસેટ થઈ ગયો અને એ લોકોએ ખરેખર સમજવું જોઈએ કે તેઓએ આ રીતે જમીને ભાગી જવું ન જોઈએ.

માલિકની ફરિયાદ પછી, સ્થાનિક પોલીસ પણ આ લોકો વિશેની માહિતી એકત્રિત કરી રહી છે. વિડિયો પોસ્ટ કર્યા પછી માલિકે તેનાં ફોટા પણ પોસ્ટ કર્યા છે.

WATCH ALSO

Related posts

યુનિ.ની હોસ્ટેલમાંથી મોબાઈલ ,રોકડ સહિત ૪૦ હજારના નળની ચોરી

Path Shah

પ્રધાનમંત્રી પદની હરાજી થાય તો, મમતા લૂટેલાં પૈસાથી ખરીદી લેતી પદ- PM મોદી

Arohi

અહીંયા 25 એપ્રિલે ફરી થશે મતદાન, અધિકારીએ ખોટું બટન દબાવતા ડિલીટ થયા 140 મત

Arohi