GSTV
Gujarat Government Advertisement

Video: ખેડૂતોના તાબડતોબ હુમલા બાદ લાલ કિલ્લા પરથી ધડાધડ નીચે પડ્યાં પોલીસકર્મીઓ,વીડિયો જોઇને હચમચી જશો

ખેડૂતો

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ગણતંત્ર દિવસના અવસરે રાજધાનીમાં ઘુસીને જોરદાર બબાલ કરી. તોડફોડ અને ઉપદ્રવ કરતાં હજારો ખેડૂતો લાલ કિલ્લા સુધી જઇ પહોંચ્યા. લાઠી, ડંડા અને તલવારો સાથે આ ઉપદ્રવીઓએ પોલીસકર્મીઓ પર નિર્દયતાપૂર્વક વાર કર્યા. આ દરમિયાન લાલ કિલ્લા પરથી નીચે પડીને અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા.

Gujarat Government Advertisement

ખેડૂતોના હુમલાથી બચવા જતાં પોલીસ ધડાધડ નીચે પડ્યા

હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ખેડૂતોના હુમલાથી બચવા માટે પોલીસકર્મી સુરક્ષા નાળાની નજીક આવે છે, પરંતુ ઉપદ્રવી અહીં પણ તેના પર તાબડતોબ વાર કરે છે. આ દરમિયાન અનેક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. દિલ્હી પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ હિંસક આંદોલનમાં તેના 83 જવાન અને અધિકારી ઘાયલ થયા છે.

પોલીસે મંગળવારે આશરે 90 મિનિટ સુધી ચાલેલી અફડાતફડી બાદ પ્રદર્શનકારી ખેડૂતોને લાલ કિલ્લા પરિસરમાંથી હટાવી દીધાં. ખેડૂતો પોતાની ટ્રેક્ટર પરેડના નિર્ધારિત માર્ગ પરથી હટીને આ ઐતિહાસિક સ્મારક સુધી પહોંચી ગયા હતાં જ્યાં તેમણે પોતાના ઝંડા લગાવી દીધાં. લાલ કિલ્લા પહોંચેલા પ્રદર્શનકારી તે ધ્વજ-સ્તંભ પર પણ પોતાનો ઝંડો લગાવતા જોવા મળ્યાં જેના પર પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિને રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે.

ખેડૂતો

ખેડૂતોની રેલીએ ધારણ કર્યુ હિંસક સ્વરૂપ

આ પ્રદર્શનકારીઓમાં નિહંગ પણ સામેલ હતા. પછીથી પોલીસે લાલ કિલ્લા પરિસરને ખાલી કરાવવા માટે લાઠીચાર્જ કર્યો. તેની પહેલા સતત ઉદ્ઘોષણા કરવામાં આવી રહી હતી કે પ્રદર્શનકારી શાંતિપૂર્ણ રીતે લાલ કિલ્લા પરથી હટી જાય. તેની પહેલા પ્રદર્શનકારી ટ્રેક્ટર પરેડના નિર્ધારિત માર્ગથી હટીને આઇટીઓ પહોંચી ગયાં. જ્યાં તેમણે ત્યાંથી લુટિયંસ ક્ષેત્ર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો તો પોલીસને લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.

ખેડૂતોના પ્રદર્શનથી લાલ કિલ્લામાં પ્રવેશ માટે લાગેલા ટર્ન સ્ટાઇલ ગેટને પણ નુકસાન પહોંચ્યુ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રદર્શનકારીઓએ મોટાભાગે ટર્નસ્ટાઇલ ગેટને નુકસાન પહોંચાડ્યુ છે. પર્યટકોની તપાસ માટે લાગેલા મશીનને પણ તોડી નાંખવામાં આવ્યુ છે. સાથે જ ત્યાં આસપાસ જે કેમેરા લાગ્યા છે તે પણ તોડી નાંખવામાં આવ્યા છે. તથા લાહૌરી ગેટ પર લાગેલા દ્વારને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે કેટલુ નુકસાન પ્રદર્શનકારીઓએ કર્યુ છે તેના પર કંઇ પણ કહેવુ હાલ યોગ્ય ન ગણાય. જણાવી દઇએ કે લાલ કિલ્લો 19 જાન્યુઆરીથી બર્ડ ફ્લૂના પગલે બંધ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

Pravin Makwana

દક્ષિણ કોરિયાએ પહેલી વાર બતાવ્યું KF-21 વિમાન, જાણો કેટલુ ખતરનાક છે આ જેટ, દુનિયાના આટલા દેશો પાસે જ છે !

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!