GSTV
Home » News » Viral Video : વરસાદના કારણે ભીનું થયું ક્રિકેટ ગ્રાઉન્ડ, સુકવવા માટે બોલાવાયું આર્મીનું હેલિકોપ્ટર !

Viral Video : વરસાદના કારણે ભીનું થયું ક્રિકેટ ગ્રાઉન્ડ, સુકવવા માટે બોલાવાયું આર્મીનું હેલિકોપ્ટર !

આઇપીએલના પગલે પાકિસ્તાનમાં પીએસએલ એટલે કે પાકિસ્તાન સુપર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે પીએસએલ સ્ટોડિયમમાં ઉમડતા દર્શકોના બદલે દર્શકો વિહોણા સ્ટેડિયમ માટે વધુ જાણીતુ છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ લીગને કોઇપણ રીતે સફળ બનાવવા ઇચ્છે છે. બુધવારે પીએસએલમાં લાહોરના ગદ્દાકી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. આ મેચ કરાચી કિંગ્સ અને પેશાવર જલ્મી વચ્ચે ચાલી રહી હતી.

મેચ પર તે વખતે સંકટના વાદળો ઘેરાવા લાગ્યાં જ્યારે અચાનક વરસાદ શરૂ થઇ ગયો. આ કારણે મેદાનમાં પાણી ભરાઇ ગયું. ઘણી વાર સુધી સ્થિતિમાં કોઇ ફેર ન પડતાં લાગ્યું કે મેચ રદ થઇ જશે પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બાર્ડે એક અચરજ પમાડે તેવું પગલું લીધું. વરસાદના કારણે ભીના થયેલા ગ્રાઉન્ડને સુકવવા માટે આર્મીના હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યાં.

આ માટે બે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. તેની મદદથી ભીના થયેલા મેદાનને ઝડપથી સુકવી દેવામાં આવ્યું. આ ઘટનાની તસવીરો અને વિડિયો હાલ સોશઇયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Related posts

ચોરી છુપે આઈસક્રિમની મઝા લઈ રહેલા પિતાને પુત્રએ આ રીતે આપી સજા, પિતા જોતા જ રહી ગયા

Kaushik Bavishi

એકવાર ફરી રિંકુ ભાભીના ગેટઅપમાં દેખાયા સુનીલ ગ્રોવર, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

નીમચમાં આંખોના પલકારામાં જ તાશનાં પત્તાની જેમ વિખેરાઈને પાણીમાં તણાઈ ગઈ દુકાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!