Video : ભારતીય સૈન્યની કાર્યવાહીના ડરથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન, કર્યું આ કામ

પુલવામા હુમલા બાદ દરેક ભારતીયોમાં પાકિસ્તાન વિરૂદ્ધ ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે. દેશભરમાંથી પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગણી થઇ રહી છે. ત્યારે ફફડી ઉઠેલા પાકિસ્તાને ભારતીય સૈન્યની કાર્યવાહીના ડરથી એલઓસી પાસેના લોન્ચ પેડ ખાલી કરાવ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

પુલવામા હુમલા બાદ ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઇક કોઇ પણ પ્રકારની કાર્યવાહીની શક્યતા ધ્યાને રાખી પાકિસ્તાને એલઓસી પાસેના લોન્ચ પેડથી પોતાના આતંકીઓને હટાવી સેનાના કેમ્પમાં પહોંચાડી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે ભારત તરફથી હાલમાં આવી કોઇ કાર્યવાહી કરવાની યોજના નથી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાને આ વર્ષે પોતાની શિયાળુ ચોકીઓને ખાલી કરાવી નથી. આથી એવું મનાઇ રહ્યું છે કે તે આતંકવાદી હુમલાના જવાબમાં ભારત તરફથી કોઇ કાર્યવાહી થાય તેમ માની રહ્યુ છે. અહેવાલો મુજબ સામાન્ય રીતે પાકિસ્તાન દર વખતે આ સમયે 50 થી 60 જેટલી શિયાળુ ચોકી ખાલી કરે છે. પરંતુ આ વખતે હજુ પણ ચોકીઓમાં પાકિસ્તાની સૈનિકો તૈનાત છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter