GSTV
Gujarat Government Advertisement

ભારતીય આર્મીએ આ રીતે પાકિસ્તાનના દાંત ખાટા કરી લોન્ચ પેડ્સ ઉડાવ્યા, વીડિયો આવ્યો સામે

કોરોના

Last Updated on April 13, 2020 by Mayur

પીઓકેની નીલમ ખીણમાં ભારતીય સેના દ્વારા બે દિવસ પહેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ અને તેમના હથિયારોના ઝખીરાને નિશાન બનાવીને આર્ટિલરી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પીઓકેના વિસ્તારમાં ભારે ધૂમાડો જોવા મળી રહ્યો છે.

આર્મીએ બોફોર્સ તોપનો ઉપયોગ કર્યો

ભારતીય સેના દ્વારા આ કાર્યવાહી પાકિસ્તાની સાઇડમાં આવેલા કેરન સેક્ટરમાં કરવામાં આવી હતી. સેનાએ આ કાર્યવાહીમાં બોફોર્સ તોપનો ઉપયોગ કર્યો હતો. ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને મોટું નુકસાન થયું હતું.

અકળાઈ ઉઠ્યું પાકિસ્તાન

ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ અકળાઇ ઉઠેલી પાકિસ્તાની સેનાએ રવિવારે કુપવાડા અને પૂંછ જિલ્લામાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને બેફામ તોપમારો કર્યો હતો. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીની નિંદા કરીને પ્રતિશોધની ચેતવણી આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!