GSTV

પાકિસ્તાનની સંસદમાં ‘મોદી મોદી’નો વીડિયો : ભાજપના નેતાઓએ પણ મોદીની કરી ચાપલૂસી, અંતે ખોટો નીકળ્યો

Last Updated on October 31, 2020 by Ankita Trada

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી પાકિસ્તાનની સંસદમાં ‘મોદી મોદી’ના નારા લાગ્યા એવો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એક ટીવી ચેનલે બુધવારે રાત્રે આ વીડિયો બતાવ્યો પછી ભાજપના નેતા મચી પડયા. ભાજપના સંખ્યાબંધ નેતાએ આ વીડિયો રીટ્વિટ કરીને મોદીની લોકપ્રિયતા હવે પાકિસ્તાનની સંસદ સુધી પહોંચી છે એવો દાવો કર્યો હતો.

નિંદા કરતો ખરડો રજૂ

આ વીડિયો બનાવટી હોવાનો શુક્રવારે ખુલાસો થયો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી ફ્રાન્સમાં પયગંબર સાહેબનાં કાર્ટૂન પ્રસિધ્ધ કરાયાં તેની નિંદા કરતો ખરડો રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી સભ્યો પોતાના ખરડા પર મતદાન કરાવવા ‘વોટિંગ વોટિંગ’ એવો સૂત્રોચ્ચાર કરતા હતા તેને મોર્ફ કરીને ‘મોદી મોદી’ના નારા લાગ્યા એ રીતે રજૂ કરી દેવાયો હતો. ઈમરાનના વિરોધીઓએ ‘મોદી મોદી’ના નારા લગાવ્યા એવો દાવો કરાયો હતો.

જૂઠાણું ફેલાવવામાં સહભાગી બન્યા

વિશ્લેષકોના મતે, સોશિયલ મીડિયાનો કઈ હદે દુરૂપયોગ કરી શકાય છે તેનો આ પુરાવો છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ આ જૂઠાણું ફેલાવવામાં સહભાગી બન્યા ને મોદીની ચાપલૂસી કરવા બેજવાબદારીથી વર્ત્યા એ શરમજનક કહેવાય.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!