GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કિરણ બેદી પર તેમની પૌત્રીનો આરોપ, વીડિયો વાયરલ થતા ખળભળાટ

Kiran Bedi

કિરણ બેદી. ભારતનાં પ્રથમ મહિલા IPS અધિકારી. પોતાનાં સમયની કદાવર પોલીસ અધિકારી.હાલમાં તેઓ પોંડિચેરીનાં રાજ્યપાલ છે. છેલ્લા બે દિવસથી કિરણ બેદી ટ્વિટર પર ચર્ચામાં છે. આ પછળનું કારણ છે તેમનાં પારિવારીક સંજોગો.

કિરણ બેદીનાં પુત્રીની પુત્રી મેહર ભરૂચાને કારણે કિરણ બેદી લાઇમલાઇટમાં છે. અંદાજીત 12 વર્ષની મેહરનાં વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. તે વીડિયોમાં મેહર બોલે છે કે તેની માતા સાઇના બેદી ભરૂચા તેમના પતિને ચપ્પલથી માર મારતી હતી અને તેમની પર થુંકતી હતી. તેમજ તેમની નાની કિરણ બેદી પોતાની વગનો ઉપયોગ કરીને મેહરનાં પિતા અને તેમનાં પિતાને પરેશાન કરે છે.

વીડિયો મામલે સોશ્યલ મીડિયા પર  અનેક પ્રતિક્રિયાઓ મળી રહિ છે. ઘણાં લોકો  બાળકી મેહરનાં બહાદુરીનાં વખાણ કરે છે. તેમજ ઘણાં લોકો  કહે છે આ પારિવારિક મામલો છે. જો કે કિરણ બેદી સાર્વજનિક જીવનમાં છે.

સાઇના બેદી ભરૂચા કિરણ બેદી અને વૃજ બેદીનું એક માત્ર સંતાન છે. તે એક NGO ચલાવે છે. તેણે પોતાની માતા કિરણ બેદીના પુસ્તક પર અક ટીવી સીરીઝનું નિર્માણ કર્યુ હતું. સાઇનાએ અનેક શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

સાઇનાનાં લગ્ન રૂઝ્બેહ ભરૂચા સાથે થયા છે. જે એક લેખક છે. જો કે તેમનું લગ્નજીવન સુખી રહ્યું નથી. વર્તમાનમાં બાળકી મેહર તેનાં પિતા રૂઝ્બેહ સાથે છે. વીડિયોમાં બાળકી કહે છે કે તેનાં પિતા પાસે તે સુખી છે. બીજી તરફ સાઇના અને કિરણનું કહેવું છે કે તેણે બાળકીને ધમકાવી રાખી છે.

આ વિડીયોનાં જવાબમાં કિરણ બેદીનાં નામે એક સ્ક્રિન શોર્ટ પણ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. જો કે આ મામલે કોઇ પુષ્ટી થઇ નથી.

READ ALSO 

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!