GSTV
News Trending World

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

ફિનલેન્ડના વડાપ્રધાન સન્ના મારિનનો સોશિયલ મીડિયા પર પાર્ટી કરતો વીડિયો લીક થયા બાદ હંગામો મચી ગયો છે. 36 વર્ષીય સનાને અગાઉ તહેવારો અને ક્લબમાં વધુ સમય પસાર કરવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે સના દેશની વડાપ્રધાન બનનાર સૌથી યુવા મહિલાઓમાં સામેલ છે.

વીડિયોમાં ફિનલેન્ડના પીએમ મિત્રો સાથે દારૂ પીતા, ડાન્સ અને ગાતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ પીએમને સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ પીએમના રાજીનામાની માંગ કરી છે.

ટીકાકારો કહે છે કે પીએમ પાસે હંમેશા તેમનો સત્તાવાર ફોન હોવો જોઈએ પરિણામે જો કોઈ ઈમરજન્સી આવે તો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી બાબતો પર તાત્કાલિક નિર્ણય લઈ શકે. જો કે પીએમ સનાની કાર્યશૈલીના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

વીડિયોમાં ફિનિશ ગાયિકા અલ્મા, અને તેની બહેન અન્ના, રેપર પેટ્રી ન્યાગાર્ડ, ટીવી હોસ્ટ ટિન્ની વિકસ્ટ્રોમ,રેડિયો હોસ્ટ કરોલિના તુઓમિનેન અને મારિનની રાજકિય પક્ષ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો દેખાય છે. સના મારિન સાથે ડાંસ કરી રહેલા લોકો ઇટ ફિલ શો ગૂડ સોંગ ગાઇ રહયા છે. કેટલાક લોકો ફિનિશ ભાષામાં કોઇ ખાસ શબ્દ વારંવાર બોલી રહયા છે.

READ ALSO

Related posts

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV