GSTV

કોરોના મહામારીમાં માનવતા ભુલાઈ?, પ.બંગાળ અને ઉ.પ્રદેશમાંથી આવ્યા હચમચાવી દેતા દ્રશ્યો

Last Updated on June 13, 2020 by Bansari

કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલાના મૃતદેહો સાથે અતી અમાનવીય વર્તન કરાઇ રહ્યું હોવાની ઘટનાઓ સામે આવી છે. સામાન્ય રીતે કુતરૂ મરી જાય તે બાદ તેના મૃતદેહને દોરી સાથે બાંધીને ઢસડીને લઇ જવામાં આવે છે જોકે આવી જ ઘટના માનવીના મૃતદેહ સાથે બને તો હચમચી જવાય. પણ આવું ખરેખર થયું છે, કોરોનાના દર્દીના મૃતદેહને હુકેથી ઢસડીને લઇ જતા વીડિયો સામે આવ્યા છે. જ્યારે કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓની પાસે જ મૃતદેહો પડયા છે તે મામલો પણ સામે આવ્યોછે.

બંગાળનો વિડીયો વાયરલ

સૌથી ચર્ચાસ્પદ પશ્ચિમ બંગાળની ઘટના છે, જ્યાં કોલકાતાના ગારિયા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં સડેલા ગળી ગયેલા મૃતદેહોને એક ગાડીમાં નાખવામાં આવે છે. જ્યારે એક શખ્સ મૃતદેહને હુકેથી ઢસડી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને કેન્દ્ર તેમજ કોરોનાના દર્દીઓની સારવાર અને મૃતદેહોના નિકાલ મુદ્દે  રાજ્ય સરકારના દાવાઓ પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

શું છે વીડિયોની હકીકત?

આ વીડિયોની હકીકત એવી છે કે કોલકાતાના જે સ્મશાન ગૃહમાં આ મૃતદેહ લઇ જવાયા હતા તે કોરોના દર્દીઓના હોવાની માહિતી સ્થાનિકોને મળતા વિવાદ થયો હતો, બાદમાં અડધા બળી ગયેલા મૃતદેહોને ગાડીમાં નાખવામાં આવ્યા હતા અને અન્ય જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા.

કચરો લઇ જવાની ગાડીમાં લઇ જવાયો મૃતદેહ

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કચરો લઇ જવાના વાહનમાં મૃતદેહ લઇ જવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક સરકારી કચેરીના ગેટ પાસે એક વ્યક્તિ બેભાન થઇ પડી ગઇ, બાદમાં તપાસ કરતા માલુમ પડયું કે તેનું મોત નિપજ્યું છે. જોકે તેમના મૃતદેહને અમાનવીય રીતે લઇ જવાયો હતો. મ્યૂનિ.ના કર્મચારીઓએ એક કચરો લઇ જવાના વાહનમાં તેનો મૃતદેહ નાખ્યો, તેઓને એવો ડર હતો કે આ દર્દીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોઇ શકે છે.

ઘટના સમયે પોલીસ પણ હતી હાજર

આ ઘટના બની ત્યારે ત્યાં મોટી સંખ્યામા પોલીસ પણ હાજર હતી. જેને પગલે ચાર મ્યૂનિ. કર્મચારીઓને નોકરી પરથી છુટા કરી દેવાયા છે અને ત્રણ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરાયા છે. આ મામલે લઘુમતી કમિશને બલરામપુર પ્રશાસન પાસેથી જવાબ માગ્યો છે.

દિલ્હી હાઇકોર્ટમાં પણ થઇ અરજી

દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી થઇ છે જેમાં એડવોકેટ અવધ કૌશીકે દાવો કર્યો હતો કે મૃતદેહોને એજ વોર્ડમાં રાખવામાં આવ્યા છે જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હોય. આ ઘટના દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં બની હોવાનો દાવો કર્યો છે. સાથે જ દિલ્હી હાઇકોર્ટના આદેશનું યોગ્ય રીતે પાલન ન કરીને કોર્ટની અવમાનના પણ સરકારે કરી છે તેવો આરોપ આ અપીલમાં લગાવવામાં આવ્યો હતો.

Related posts

અર્જુનભાઈ મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર: વિદ્યાસહાયકોની ભરતી અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવાની કરવા રજૂઆત

Pravin Makwana

કોરોના/ મોદી સરકારે લીધો મોટો નિર્ણય : આ રાજ્યોને બનાવશે ટાર્ગેટ, કેરળમાં કેસો બેકાબૂ બનતાં મોકલી નિષ્ણાતોની ટીમ

Zainul Ansari

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!