GSTV
India News Trending Videos Viral Videos

વીડિયોમાં દેખાયો ભીષણ અકસ્માતઃ રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા ઓટો ચાલક, પૂર ઝડપે આવતી કારે ઉડાવ્યા

ખરડ -લુધિયાણા રોડ પર રવિવારે થયેલા દુ:ખદ ભીષણ અકસ્માતનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. ચાર ઘરના કુળ દીપક ઓલવનારી કારની સ્પીડ એટલી ઝડપી હતી કે રોડની બાજુમાં ઉભેલા ઓટો ચાલકોને ટક્કર વાગતા જ હવામાં 8 થી 10 ફૂટ ઉછળીને ફૂટપાથ પર જઈ પડ્યા હતા. દુર્ઘટનાનો વાયરલ વીડિયો જે કોઈ પણ વ્યક્તિ જુવે છે તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી.

રવિવારે થયેલા અકસ્માતમાં લુધિયાણાના રહેવાસી સંજીત કુમાર અને વિક્રમ ઉપરાંત ઓટો ડ્રાઈવર જમીલ ખાન અને સુરિન્દર સિંહના મોત થયા હતા. જાણવા મળ્યું છે કે કારમાં સવાર લોકો લુધિયાણામાં એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને રવિવારે ચંદીગઢથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન મોરિંડા રોડ પર તેમની સ્પીડમાં આવતી કાર બેકાબૂ બની હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કારે રોડ ક્રોસ કરવા ઉભેલા જમીલ અને સુરિન્દરને ટક્કર મારી હતી. આ પછી, તે ફૂટ ઓવરબ્રિજ સાથે અથડાઈને અટકી ગઈ હતી.

સોમવારે પોલીસે મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિજનોને સોંપ્યા હતા. ઘડુઆં પોલીસ સ્ટેશનના પ્રભારી હિંમત સિંહે જણાવ્યું કે ડ્રાઇવર અંકુશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જે હજુ સારવાર હેઠળ છે. તે સ્વસ્થ થતાં જ પોલીસ તેની ધરપકડ કરશે. 

ALSO READ

Related posts

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

કોંગ્રેસ મુખ્યમંત્રી બદલવામાં હંમેશા ફેલ કેમ થઈ? 1 નહીં 6 વાર કરી આ ભૂલ

Hemal Vegda

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk
GSTV