GSTV
Home » News » video: હવે ગુજરાતી ફિલ્મોમાં પણ હોટ કિસીંગ સીન જોવા મળશે, મલ્હારે પહેલી વખત કરી lip to lip….

video: હવે ગુજરાતી ફિલ્મોમાં પણ હોટ કિસીંગ સીન જોવા મળશે, મલ્હારે પહેલી વખત કરી lip to lip….

મલ્હાર ઠાકર એટલે ગુજરાતી હિરોમાં એક જાણીતું નામ. હવે એ હિરોનું ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે. મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રીયા, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી સ્ટાર આ ફિલ્મ એક લિડરની કહાની છે. મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સાહેબ એક સ્ટુડન્ટના લીડર બનવાની વાત છે.

ફિલ્મના ટીઝરમાં સ્ટુડન્ટ્સનું આંદોલન દર્શાવવામાં આવ્યુ છે. ફિલ્મના ટીઝરમાં ડાયલોગ પણ દમદાર છે. આ ફિલ્મ શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ફરી એકવાર કિંજલ રાજપ્રિયા દેખાશે. આ પહેલાં બંને ‘શું થયુ’ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતાં.

આ વર્ષે મલ્હાર ઠાકરની ‘શું થયુ’ અને ‘શરતો લાગુ’ બે ફિલ્મ રિલીઝ થઇ અને બંને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ. આ ફિલ્મ સાહેબમાં અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2019માં રિલીઝ થઇ રહી છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધી ક્યારેય નહી ભૂલી શકે 23મી મે, જાણો શું છે કારણ

Path Shah

2019 લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપના આ બે સાથી પક્ષોને થઈ શકે છે ભારે નુકશાન

Nilesh Jethva

શું નવજોત સિંહ સિદ્ધુને રાજકારણ છોડી દેવાનો વારો આવશે?

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!