VIDEO : હવે પાકિસ્તાનના જ એક મુસ્લિમ રાષ્ટ્રે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

પુલવામામાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાનું પૂરવાર થયું છે. ત્યારે હવે દુનિયાના અનેક દેશોની જેમ ઇરાન પણ ભારતના સમર્થનમાં આગળ આવ્યું છે. ઇરાને સખ્ત શબ્દોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે પાકિસ્તાન આત્મઘાતી હુમલાખોરોને આશરો આપે છે. મહત્વનું છે કે પુલવામાના હુમલાના એક દિવસ પહેલા એટલે કે બુધવારે ઇરાનમાં પણ એક આત્મઘાતી હુમલો થયો હતો.

જેમાં ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોત થયા હતા. ઇરાન અને પુલવામા બંને હુમલાની પેટર્ન ઘણી મળતી આવે છે. જે બાદ ઇરાનની સેનાના મેજર જનર મોહમ્મદ અલી જાફરીએ આતંકી સંગઠન જૈશ-અલ-અદલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર આવા આતંકીઓને રક્ષણ આપે છે. જે સમગ્ર ઇસ્લામ માટે ખતરારૂપ છે. પાકિસ્તાનને ખબર છે કે આ લોકો ક્યાં છૂપાયેલા છે અને પાકિસ્તાની સુરક્ષા દળો તેને સમર્થન આપવાનું કામ કરે છે. પીએમ મોદીની માફક ઇરાને પણ આતંકીઓ સામે બદલો લેવાની ચિમકી ઉચ્ચારી છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter