GSTV
Home » News » VIDEO : નીતિન પટેલ પાછા ભૂલાણા, ખુરશી ગોઠવવામાં દોડધામ અને મથામણ

VIDEO : નીતિન પટેલ પાછા ભૂલાણા, ખુરશી ગોઠવવામાં દોડધામ અને મથામણ

Deputy CM Nitin Patel

ભાજપમાં રાજકીય શીતયુદ્ધ ચરમસીમાએ છે. જેનો વધુ એક નમુનો ગાંધીનગરમાં કમલમમાં યોજાયેલી બેઠકમાં જોવા મળ્યો. કમલમમાં યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભૂલાઈ ગયા હતા. કમલમમાં સ્ટેજ પર નીતિનભાઈની ખુરશી ગોઠવવામાં નહોતી આવી. બેઠકમાં મોડા પહોંચેલા નીતિનભાઈ જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે તેમની ખુરશી ગોઠવવા દોડધામ થઈ ગઈ હતી. પહેલા થોડીક્ષણ નીતિનભાઈને ક્યાં બેસાડવા તેની મથામણ થઈ. બાદમાં ખુરશી મંગાવી નીતિન પટેલને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાજૂમાં બેસાડવામાં આવ્યા.

ભાજપમાં આંતરિક રોષ ભભૂક્યો

એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે અને મંત્રીપદુ મેળવી રહ્યાં છે. જેના લીધે ભાજપમાં આંતરિક રોષ ભભૂક્યો છે. સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ચાલી રહેલુ રાજકીય શીતયુધ્ધ પણ ચરમસિમાએ પહોંચ્યુ છે. નીતિન પટેલની ઓફિસમાં પેન્ડિંગ ફાઇલોનો ખડકલો થયો છે. ભાજપના દિગ્ગજોની ભલામણ છતાંય બદલીથી માંડીને અન્ય કામોની ફાઇલો પર સહીઓ થઇ નથી. આ મામલે ભાજપના નેતાઓ અંદરોઅંદર કકળાટ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી થાય તે પહેલાં ખુદ સીએમે ધારાસભ્યો પાસે બાકી કામોની યાદી મંગાવી હતી. તે વખતે સૌથી વધુ બાકી કામોની ફાઇલો નીતિનભાઈ પાસે હતી.

ખુદ ભાજપના નેતાઓ કહી રહ્યાં છે કે સીએમથી માંડીને ભાજપના સાંસદોની ભલામણો હોવા છતાંય ફાઇલો પર સહી થતી નથી. 600 થી વધુ નર્સો અને ૩૦૦થી વધુ ડોકટરોની બદલીઓ હજુ લટકે છે. થોડાક દિવસો પહેલાં જ મળતિયાઓના કામો થયા પણ બીજા બધા રખડી પડયા હતાં. ભલામણો કર્યાના એક એક વર્ષ થયા પણ આંતરિક જૂથબંધીને લીધે નાણાં-આરોગ્ય વિભાગમાં કામો થતા જ નથી.

નવાઇની વાત એ છે કે ખુદ આરોગ્ય પ્રધાનની ભલામણ કરી હોય તેવા કામોની ય નીતિનભાઈએ નોંધ લીધી નથી. આમ ભાજપના જ ધારાસભ્યો પોતાના પેન્ડિંગ કામોને લઇને અંદરખાને નારાજ છે.. આચારસંહિતા અમલી બને તે પહેલાં પેન્ડિંગ કામો પૂર્ણ કરવા ધારાસભ્યોએ દોડધામ મચાવી પણ બધુય નિષ્ફળ નિવડયુ છે. આ કારણોસર આંતરિક રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

READ ALSO

Related posts

છાપી હાઇવે પર જૂથ અથડામણ, દુકાનો થઈ ટપો ટપ બંધ

Nilesh Jethva

નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા ચૂંટાયા, અમિત શાહના પ્રસ્તાવને જોરદાર સમર્થન

Riyaz Parmar

24 બાળકોના જીવતા ભૂંજાઈ જવાનો 24 કલાક પણ મલાજો ન જળવાયો, હજુ રાખ પણ નથી થઈ ઠંડી

Karan
Do NOT follow this link or you will be banned from the site!