GSTV
Home » News » અધધધ… નદીમાં જોવા મળ્યો રાક્ષસ, વીડિયો જોશો તો ઊડી જશે હોશ

અધધધ… નદીમાં જોવા મળ્યો રાક્ષસ, વીડિયો જોશો તો ઊડી જશે હોશ

ચીનની યાંગ્ત્જી નદીમાં એક રહસ્યમય કાળા કલરનું પ્રાણી તરતું જોવા મળ્યું, જેનો વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ઘણો હંગામો મચી ગયો છે. મીડિયા અહેવાલ અનુસાર, પીઅર વીડિયોએ આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેને 6 મિલિયન લોકોએ નિહાળ્યો છે.

આ વીડિયો જોતાં જ લોકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ પ્રાણી જેવી દેખાતા રાક્ષસને ‘પાણીનો રાક્ષસ’ (Three Gorges Water Monster) કહી રહ્યા છે.

હુબઈ પ્રાંતના થ્રી-જોર્જ ડેમમાં લહેરોની વચ્ચે આ પ્રાણી જોવા મળ્યું. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે, પ્રદૂષણમાં વૃદ્ધિ થવાના કારણે તેનો જન્મ થયો છે, તો કેટલાકે તેને પૌરાણિક રાક્ષક તરીકે વર્ણવ્યો…. ધી ગાર્ડિયનના વૈજ્ઞાનિકના અહેવાલ અનુસાર, આ થિયરીઓને તેઓએ બકવાસ કરી છે અને કહ્યું છે કે, આ પાણીમાં જોવા મળતો વિશાળકાય સાંપ હોઈ શકે છે.

જોકે તેને બહાર કાઢવામાં આવ્યો તો તમામ લોકો હેરાન થઈ ગયા. ધી ગાર્ડિયનના અહેવાલ અનુસાર આને પાણીમાંથી બહાર કાઢવામાં આવતા તે 65 ફુટનું મોટું એરબેગ નિકળ્યું. નદીની પાસે કામ કરતા કેટલાક લોકોને આ કાળા ટ્યુબનો લાંબો ટુકડો મળ્યો, જે એક શિપયાર્ડમાંથી નાંખી દેવામાં આવ્યું હતું. આ તસવીરને Shanghiistએ શેર કરી છે. જેને લોકો પાણીનો રાક્ષણ સમજી રહ્યા છે તે તો એક એરબેગ નિકળ્યું. આ એરબેગને જલ્દી જ ડિસ્પોઝ કરી દેવામાં આવશે.

Read Also

Related posts

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!