GSTV
Cricket Sports Trending Videos Viral Videos

Ind vs NZ : ધોનીની ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, ખેલાડીઓને આપી સરપ્રાઈઝ, VIDEO

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મચોની ટી20 સિરિઝ રમશે. આ સિરિઝની પ્રથમ ટી20 મેચ રાંચીમાં 27 જાન્યુઆરીએ રમાશે. તાજેતરમાં જ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વન-ડે સિરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે, ત્યારે હવે ટી20 મેચો માટે ભારતીય અને ન્યુઝીલેન્ડની ટીમ રાંચી પહોંચી ગઈ છે. આ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ ખેલાડીઓને ચોંકાવી દીધા.

ધોની નારિયેલ પાણી પીતો જોવા મળ્યો

આ પ્રથમ ટી20 મેચ રાંચીમાં રમાશે, જે ધોનીનું ઘર છે. જ્યારે ટીમ ઈન્ડિયા રાંચીમાં પહોંચી ત્યારે ધોની પણ તુરંત મેદાન પર પહોંચી ગયો અને તેમણે ટીન ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્ટી કરી. ધોનીને જોઈ તમામ ખેલાડીઓ ખુબ જ ખુશ અને આશ્ચર્ય પામ્યા. તમામ ખેલાડીઓએ ધોનીને ઘેરી લઈ તેમની સાથે મજાક-મસ્તી કરવા લાગ્યા. આ દરમિયાન ધોની નારિયળ પાણી પીતો જોવા મળ્યો.

ધોનીને ઘેરી લઈ ખેલાડીઓએ વાતો કરી

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્ટ્રીવાળો વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યો. વીડિયોમાં ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ધોનીને ઘેરી વાતો કરતા નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, રાંચી ઈશાન કિશનનું પણ હોમગ્રાઉન્ડ છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરિઝ માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (સુકાની), સૂર્યકુમાર યાદવ (ઉપ સુકાની), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર

બંને દેશો વચ્ચેનો T20 કાર્યક્રમ

  • પ્રથમ T20 – 27 જાન્યુઆરી, રાંચી
  • બીજી T20 – 29 જાન્યુઆરી, લખનૌ
  • ત્રીજી T20 – 01 ફેબ્રુઆરી, અમદાવાદ

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV