….જ્યારે ધોનીની ડાન્સ ટ્રેનર બની ઝીવા, Videoમાં જુઓ નટખટ અંદાજ

મહેન્દ્ર સિંહ ધોની હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. મેદાનથી દૂર ધોની હાલ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની દીકરી ઝીવા સાથે ડાન્સ સ્ટેપ્સ શીખી રહ્યાં છે.
વીડિયોમાં ઝીવા પાપા ધોનીને ડાન્સ સ્ટેપ્સ શીખવતી જોવા મળી રહી છે. જે રીતે ઝીવા ડાન્સ કરી રહી છે, તેને જોઇને ધોની તેના સ્ટેપ્સ ફૉલો કરી રહ્યાં છે. આ વીડિયો ધોનીની પત્ની સાક્ષીએ રેકોર્ડ કર્યો છે.


ધોની ઝીવાનો ડાન્સ કૉપી કરી રહ્યાં છે પરંતુ તે તેટલો પરફેક્ટ ડાન્સ નથી કરી શકતાં જેટલો ઝીવા કરી રહી છે. ફેન્સ ડાન્સના મામલે ઝીવાને ધોની કરતાં આગળ માને છે. જણાવી દિએ કે આ વીડિયો ધોનીના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લાઇક્સ મળી ચુકી છે.


37 વર્ષીય ધોની હવે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરીઝમાં તક મળી શકે છે. તાજેતરમાં જ ધોનીએ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં આયોજિત કંટ્રી ક્લબ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો.


તેની પહેલાં ધોની મુંબઇમાં પ્રો-કબ્બડી લીગના મેટ પર ઉતર્યા હતા. ફેન્સે તેમને કબડ્ડી રમતા પહેલીવાર જોયા હતા. હકીકતમાં તેઓ એક પ્રમોશનલ વીડિયો શૂટ દરમિયાન કબડ્ડી મેટ પર જોર દેખાડતાં જોવા મળ્યાં હતાં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter