GSTV
Home » News » VIDEO: મોદીજીને સાચા વિકાસનું ભાન કરાવ્યું, ભાજપનાં જ નેતાએ કીધુ કે મોદીજી હવે તો જનતા પર દયા કરો

VIDEO: મોદીજીને સાચા વિકાસનું ભાન કરાવ્યું, ભાજપનાં જ નેતાએ કીધુ કે મોદીજી હવે તો જનતા પર દયા કરો

પંજાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન લક્ષ્મીકાંતા ચાવલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલે ટ્રેનોની ગેરવ્યવસ્થાના મામલે ખરીખોટી સંભળાવી છે. એક વીડિયો બનાવીને લક્ષ્મીકાંતા ચાવલાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીજી બુલેટ અને 120થી 200ની ઝડપે ચાલનારી ટ્રેનોને ભૂલી જાવ. પહેલા રેલવેની ખરાબ સ્થિતિને ઠીક કરો.

તેમના આ વીડિયો બાદ રાજકીય હંગામાની સ્થિતિ પણ સર્જાઈ છે. ચાવલા જે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે ટ્રેન દશ કલાક મોડી ચાલી રહી હતી. લક્ષ્મીકાંતા ચાવલાએ આ વીડિયો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલને કટાક્ષ કરતા ફરિયાદ પણ કરી છે. ભૂતપૂર્વ પ્રધાન લક્ષ્મીકાંતા ચાવલા 22 ડિસેમ્બરે સરયૂ-યમુના એક્સપ્રેસમાં એસી-થ્રીમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેમની ટ્રેન જ્યારે દશ કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, તો તેમણે પોતાના મોબાઈલથી વીડિયો રેકોર્ડ કર્યો હતો.

સરયૂ–યમુના એક્સપ્રેસ અમૃતસરથી અયોધ્યા વચ્ચે ચાલે છે. આ ટ્રેન લગભગ 14 કલાક મોડી ચાલી રહી હતી. ચાવલાએ વીડિયોમાં કહ્યુ છે કે તેમની સરકાર અને વડાપ્રધાન મોદીને અપીલ છે કે સામાન્ય લોકોની દુર્ગતિ બાબતે વિચારો. ટ્રેન પણ ટૂટેલી-ફૂટેલી છે. તેઓ ગત 24 કલાકથી આટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો, પરંતુ તેમને કોઈ જાણકારી આપવામાં આવી નથી. દશ કલાકથી વધુ વિલંબ છતાં ભોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

વીડિયોમાં લક્ષ્મીકાંતા ચાવલાએ એમ પણ કહ્યુ છે કે પિયૂષ ગોયલ અને પીએમ મોદી 120થી 200 કિલોમીટરની ઝડપવાળી ટ્રેનોને હાલ છોડી દો. લોકો ફૂટપાથ પર સમય વિતાવવા માટે મજબૂર છે. સ્ટેશનોમાં કોઈ વેટિંગ રૂમ નથી. કડકડતી ઠંડીમાં લોકોને ખુલ્લામાં સુવું પડે છે. ચાવલાએ વીડિયોમાં કહ્યું છે કે ભારતીય રેલવેના સારા દિવસો આવ્યા નથી. રેલવેમાં પેસેન્જર્સને કોઈપણ સુવિધા મળતી નથી. તેમને લાગે છે કે રેલવેને લઈને માત્ર અખબારી પ્રચાર જ થાય છે. રેલવેના અચ્છે દિન આવ્યા નથી.

આ ગાડીને સરયૂ-યમુના એક્સપ્રેસ કહે છે અને તેને પહેલા ફ્લાઈંગ મેલ પણ કહેવામાં આવતી હતી. તેમને ખબર નથી કે ક્યારે ફ્લાઈંગ કરતી હતી, તેમને આમા 24 કલાક વિતી ચુક્યા છે. લક્ષ્મીકાંતા ચાવલાએ કહ્યું છે કે તેમની ભારત સરકાર અને મોદીજીને એક જ અપીલ છે કે ભારતની જનતા પર દયા કરો. દેશની આ ગાડીઓ આટલી તૂટેલી-ફૂટેલી છે. દરવાજા અને બારીઓ તૂટેલી છે. દરવાજો ખોલવા માટે પણ તાકાત લગાવવી પડે છે.

પ્રવાસીઓને આટલી તકલીફ સહન કરવી પડે છે. ચાવલાએ એમ પણ કહ્યું છે કે સરકાર રેલવેમાં પોતાની હેલ્પલાઈનનો ઘણો પ્રચાર કરે છે. જણાવવામાં આવે છે કે ફરિયાદ કરવા પર ભૂખ્યા બાળકો માટે દૂધ આવી ગયું અને બીમારો માટે ડોક્ટરો મોકલી દેવામાં આવ્યા. પરંતુ જ્યારે તેમણે રેલવેની હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. પણ કોઈ જવાબ મળ્યો નહીં. તેની સાથે જ રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પણ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ સાંભળનારું નથી. આ બધો અખબારી પ્રચાર છે. અંધેરી નગરી, ગંડૂ રાજા જેવો ઘાટ છે.

READ ALSO

Related posts

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!