બિલ્ડીંગમાં મહિલાનાં હાથમાંથી બાળક છુટ્યું,પછી એવું શું થયું..? જુઓ વિડીયો

કહેવત છે કે,જાકો રાખએ સાંઈયા, માર શકે ન કોઈ…બસ આવું જ કાંઈક ચીનમાં બન્યું.. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો છે. જે વિડીયોમાં એક યુવાનની સજાગતાને કારણે બાળકનો જીવ બચ્યો. વાત જાણે એમ છે કે એક મહિલા ઘરની બારીમાંથી નિકળવાનો પ્રયાસ કરે છે. તેનાં હાથમાં બાળક હતું. તે દરમિયાન તેનાં હાથમાંથી બાળક સરકી ગયું. ત્યારે એક ગાર્ડે તે બાળકને પોતાનાં એક હાથમાં પકડી લીધું. સમય સુચકતા વાપરીને ગાર્ડે તે બાળકને પોતાની તરફ ખેંચ્યું.

જાણવા મળતી માહિતી મુજબ આ વિડીયો ચીનનાં કિયાથાઈ પ્રાંતનો છે. આ વિડીયો ગત 24 જાન્યુઆરીનો છે. વિડીયોમાં જોવા મળે છે કે એક મહિલા બારી પાસેથી કુદવાની તૈયારીમાં બેઠી હતી. તે સમયે તેની સાથે રહેલું બાળક હાથમાંથી સરકી જાય છે. મહત્વનું છે કે બિલ્ડીંગ માં આગ લાગી હતી. સુરક્ષાકર્મીઓ મહિલાને ત્યાંથી કાઢવાનો પ્રયાસ કરતા હતાં. તે સમયે આ ઘટના બની હતી. જો કે સુરક્ષાકર્મીની ચપળતાને લીધે બાળક બચી ગયું. પરિણામે મોટી ઘટના ન બની. આ વિડીયો ખુબ વાયરલ થયો છે. વિડીયો જોઈને લોકોએ સુરક્ષા ગાર્ડની બહાદુરીનાં વખાણ કર્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter